શાહરૂખ-કરણના સંબંધોમાં આવી ખટાશ, કિંગ ખાનની સતત ફ્લોપ ફિલ્મો છે કારણ?

કરણ જોહર અને શાહરૂખ ખાન વચ્ચે સારી મિત્રતા હતી.તે શાહરૂખને ભાઇ સમાન માની રહ્યો છે. પરંતુ તેની આજની ફિલ્મોમાં શાહરૂખ જોવા મળતો નથી. એક સમયએવો હતો કે, જ્યારે કરણ શાહરૂખ વિના ફિલ્મો જ નહોતો બનાવતો. પરંતુ પછીથી તેણે નવોદિતોને તક આપી. 

કરણ પોતાની ફિલ્મોમાં હવે શાહરૂખને કેમ રોલઓફર નથી કરતો , એ વાત હાલ બોલીવૂડમાં ચર્ચાને પાત્ર છે. બોલીવૂડ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર, શાહરૂખ અને કરણેના હવે પહેલા જેવા સંબંધો રહ્યા નથી. કોઇ વાતને લઇને બન્નેમાં અણબનાવ છે. તેઓ જાહેરમાં સારી રીતે એકબીજા સાથે હળેમળે છે, પરંતુ એકબીજાની  સાથે કામ કામ નથી કરતા નથી. 

કરણ જોહરને હવે બોલીવૂડના અન્ય હીરોમાં વધુ રસ પડી રહ્યો છે. કહેવાય છે કે, આ વાત શાહરૂખને પસંદ નથી પડતી, પરિણામે તેણે કરણ સાથે દૂરી બનાવી લીધી છે. જ્યારે બીજી બાજુ કરણને પણ હવે શાહરૂખની  પહેલા જેવી જરૂર રહી નથી. તેણે પોતાના સ્ટાર્સની એક ફોજ ઊભી કરી દીધી છે, તે હવે વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણબીર કપૂર જેવા યુવાન સિતારાઓ સાથે ફિલ્મ બનાવાનું પસંદ કરે છે. 

બીજી બાજુ, શાહરૂખની ફિલ્મો ફ્લોપ જઇ રહી છે. ઘણા વરસોથી તે હિટ ફિલ્મ આપી શક્યો નથી. આ ટાણે તેને એક સુપરહિટ ફિલ્મની જરૂર છે. આવા સમયમાં શાહરૂખને પોતાન જુના મિત્રો આદિત્ય ચોપરા અને કરણ જોહરની વધુ જરૂર છે. 

હાલ કિંગ ખાને બોલીવૂડની પાર્ટીઓ અને કાર્યક્રમોમાં જવાનું બહુ ઓછુ ંકરી નાખ્યું છે. તે પોતાનું સઘળુ ંધ્યાન પોતાના સ્ટારડમને સુધારવામાં આપી રહ્યો છે. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter