GSTV
Home » News » આ કારણે સલમાન ક્યારેય નથી કરતો કિસિંગ સીન, જાણો

આ કારણે સલમાન ક્યારેય નથી કરતો કિસિંગ સીન, જાણો

બોલિવુડની ફિલ્મોમાં રોમાંસ અને કીસીંગ સીન ન હોય તેવુ ખુબ જ ઓછુ જોવા મળે છે. મોટા ભાગે હીરો સફળતા મેળવવા માટે પોતાની ફિલ્મમાં સ્ટોરીની ડિમાંડ પર કિસીંગ સીન કરવા માટે ખચકાતા નથી. કદાચ સલમાન ખાન તેમા અપવાદ રૂપ છે જે પોતાની હીરોઈનને ભુલીને પણ કીસ નથી કરતો તેમ છતાં તેની ફિલ્મો હિટ જતી હતી.

જોવા જઈએ તો સલમાન ખાને પોતાની પહેલી અને એકમાત્ર લિપલોક સૂરજ બડજાત્યાની ફિલ્મ મેને પ્યાર કિયામાં ભાગ્યશ્રીની સાથે કર્યો હતો. સલમાન ખાને આ સીનમાં હીરોઈનને ટચ પણ કરી હતી. એવામાં આ લિપલોક કેવી રીતે થઈ ગયું તે એક મોટો સવાલ છે. આ માટે બંનેને મનાવવા ખુબ જ મોટી મહેનત કરવી પડી હતી તેમ છતાં બંને આ લિપલોક માટે તૈયાર થયા ન હતા.

ત્યારે સૂરજે એક કાંચનો ગ્લાસ બંને વચ્ચે લગાવ્યો અને આ રીતે સીન શુટ કર્યો. ત્યાર પછી સલમાને એક પણ કીસ કરી નથી. તેનું મોટુ કારણ નો કિસ ક્લોઝ છે. ફિલ્મોમાં આવ્યા પહેલા તેણે નિર્ણય લીધો હતો કે તે કોઈ પણ હિરોઈનને કિસ કરશે નહીં.

સલમાને લીધેલુ વચન આજ સુધી તોડ્યુ નથી. ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા પછી તે એ વાતને ક્લિયર કરી લે છે કે ફિલ્મમાં કોઈ કીસનો સીન ન હોય. સાથે જ સલમાનનું એવુ માનવુ છે કે તેની ફિલ્મો આખી ફેમીલીની હોય છે તેથી આવા સીન હોતા નથી.

READ ALSO

Related posts

VIDEO : ચોરી કરવા આવેલા ચોરોને ડોશા-ડોશીએ ચપ્પલે ચપ્પલે સબોડી નાખ્યા, વીડિયો જોઈ હસી હસીને થઈ જશો લોટપોટ

Nilesh Jethva

ચીફ સેક્રેટરી ડો. સિંઘને છોટા ઉદેપુરના પ્રવાસ બાદ વાયરલ ઇન્ફેક્શન, સીએમે પણ જતાવી ચિંતા

Mayur

આ વીડિયો જોઈ દુનિયાભરના લોકો રહી ગયા દંગ, જ્યારે અજગરે કૂતરાને આરોગી બહાર કાઢ્યો અને જોયું તો…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!