GSTV

શા માટે અમિતાભ બચ્ચન સાથે કામ નથી કરતા રાકેશ રોશન ? આ છે મોટુ કારણ

બોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર, એક્ટર, નિર્માતા અને સંગીતકાર રાકેશ રોશનનો આજે છઠ્ઠી સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. હાલના લોકપ્રિય અભિનેતા રિતિક રોશનના પિતા રાકેશ રોશને 1970માં ફિલ્મ ‘ઘર ઘર કી કહાની’ થી પોતાની કારકિર્દીનોનો પ્રારંભ કર્યો હતો પણ શું તમે જાણો છો કે, રાકેશ રોશન ક્યારેય અમિતાભ બચ્ચન સાથે શા માટે કામ નથી કરતા? રાકેશ રોશન અને અમિતાભ બચ્ચન સાથે કામ નથી કરતાં તેની પાછળ એક મોટો પ્રસંગ છે.

અમિતાભને કેટલીક અંગત સમસ્યાએ ઘેરી લીધા

એક મુલાકાતમાં રાકેશે કહ્યું હતું કે, ફિલ્મ કિંગ અંકલમાં તે અને અમિતાભ સાથે કામ કરનારા હતા. કિંગ અંકલ ફિલ્મ ખાસ અમિતાભ માટે જ લખાઈ હતી. તેમણે આ માટે હા પણ પાડી દીધી હતી અને તેમને ધ્યાનમાં રાખીને સ્ક્રીનપ્લે પણ લખાઈ ગઈ હતી, પરંતુ છેલ્લી ઘડીએ અમિતાભને કેટલીક અંગત સમસ્યાએ ઘેરી લીધા. ત્યારબાદ તો બિગ બીએ ત્રણથી ચાર વર્ષનો બ્રેક લઈ લીધો. રાકેશ રોશને ત્યાર પછી તેમની સાથે કોઈ ફિલ્મ સાઇન કરી નથી, પણ એવું ન હતું કે, બંને વચ્ચે કોઈ મતભેદ હતા. આજે પણ બંને એકબીજાનો આદર કરે છે.

કે અક્ષરથી શરૂ થતી ફિલ્મ બનાવે છે

રાકેશ રોશનની દરેક ફિલ્મ કે (K) થી શરૂ થાય છે તેની પાછળ પણ રસપ્રદ કહાની છે. 1982માં તેમણે ફિલ્મ કામચોર બનાવી હતી. જે સુપરડુપર હિટ થઈ જ્યારે 1984માં ‘જાગ ઉઠા ઇન્સાન’ બનાવી જે સુપર ફ્લોપ રહી. 1986માં તેમણે ભગવાન દાદા બનાવી જે તેમના સસરા જે. ઓમપ્રકાશે ડિરેક્ટ કરી હતી અને તેમાં રજનીકાંતની સાથે બાળ કલાકારમાં રિતિક રોશન હતો. આ ફિલ્મ બાદ તેમના ફેન્સ પત્રો લખ્યા કે તેઓ કે અક્ષરથી શરૂ થતી ફિલ્મ બનાવે. ભગવાન દાદા વખતે તો રાકેશ રોશને આ સૂચન માન્યું નહીં પરંતુ ત્યાર બાદ તેમણે ખુદગર્ઝથી આ સૂચનનો અમલ કર્યો અને તેમની ફિલ્મો સફળ રહેવા લાગી.

READ ALSO

Related posts

VIRAL PICS: લખનઉના રસ્તાઓ પર કંઈક આ અંદાજમાં જોવા મળી હતી રાખી સાવંત

Pravin Makwana

રણબીર કપૂરની પડોશણ બનવા જઈ રહી છે આલિયા ભટ્ટ, કરોડો રૂપિયામાં ખરીદ્યો ફ્લેટ

Pravin Makwana

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની રાજનીતિમાં એન્ટ્રીની અટકળો તેજ, આવતીકાલે કરી શકે છે મોટી જાહેરાત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!