GSTV
Home » News » પદ્માવતમાં ‘બાહુબલી’ પ્રભાસને ઑફર થયો હતો રોલ, આ કારણે નકારી ફિલ્મ

પદ્માવતમાં ‘બાહુબલી’ પ્રભાસને ઑફર થયો હતો રોલ, આ કારણે નકારી ફિલ્મ

પદ્માવત આ વર્ષની સૌથી મોટી હીટ સાબીત થઈ છે. અલબત તેને રીલિઝ વખતે ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પણ શું તમે જાણો છો કે તેમાં પ્રભાસ પણ ચમકી શક્યો હોત? મેગાહીટ ઐતિહાસિક પદ્માવતમાં રાવલ રતનસિંઘનું પાત્ર શાહિદ કપુરે ભજવ્યુ હતુ. પણ બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે આ રોલ માટે સૌ પ્રથમ પ્રભાસનું નામ ચર્ચાયુ હતુ.

ડિરેક્ટર સંજય લીલા ભણસાલી એ જ્યારે તેની બાહુબલી જોઈ ત્યારે તે પ્રભાસથી ઘણાં પ્રભાવિત થયાં હતા. અને તેણે ફિલ્મ કરવાંની ઓફર કરી હતી. પણ ત્યારે પ્રભાસ બાહુબલીનાં બીજા ભાગનું શુટિંગ કરી રહ્યો હતો માટે તેણે તે ઓફર ઠુકરાવી હતી. પણ અસલ વાત એમ છે કે ફિલ્મમાં પ્રભાસને પદ્માવતીથી નીચેનો કોઈ રોલ ખપતો જ ન હતો.

 ફિલ્મમાં પણ પદ્માવતી અને ખિલજીનાં પાત્ર સાઅમે રાણાનો રોલ ગૌણ હતો તે વાત કોણ નથી જાણતુ? માટે તેણે તે ઓફર નકારી હતી. ફિલ્મ ઈંડસ્ટ્રી ઘણા જો અને તો ની બનેલી છે જેમાં જો શત્રુઘ્ન સિંહા જો જયનો રોલ ન કરત તો તે રોલ અમિતાભ બચ્ચનને ન મળ્યો હોત, જો ગબ્બરનો રોલ ડેનીએ કર્યો હોત તો અમજદ ખાનનું કોઈ અસ્તિત્વ જ ન હોત! જો ડરનો રોલ આમીર અને સલમાને ન ઠુકરાવ્યો હોત તો શાહરુખને કોઈ પ્રસિધ્ધિ જ ન મળી હોત !

Related posts

જૂનાગઢના ગીરના જંગલમાં દીપડાના બચ્ચાની પજવણીનો મામલો આવ્યો સામે

Mansi Patel

રાજ્યમાં 15 મી નવેમ્બરથી સત્તાવાર શિયાળાની શરૂઆત

Mansi Patel

જો ટ્રાફ્રિક નિયમોમાં કરશો આટલી ભૂલો તો ભરવો પડશે ભારેખમ દંડ, જાણો નિયમો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!