GSTV

મોટો સવાલ: મોંઘવારી મુદ્દે એક સમયે સત્તા પક્ષને ધમરોળતા પીએમ મોદી આજે કેમ છે મૌન?

Last Updated on July 1, 2021 by Pritesh Mehta

દેશમાં મોંઘવારીએ માઝા મુકી છે. લોકો મોંઘવારી અને પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવથી જનતા ત્રસ્ત છે. આ બધા વચ્ચે વડાપ્રધાન મોદી અને સરકારના કોઇ પણ પ્રધાન મગનું નામ મરી પાડી રહ્યા નથી. સરકારને જાણે કે સાપ સુંઘી ગયો હોય તેમ મૌન ધારણ કરી લીધું છે.

મોંઘવારી મોં ફાડીને બેઠી છે. આ બધા વચ્ચે સરકારનું મૌન લોકોને અકળાવી રહ્યું છે. મોંઘવારી મુદ્દે એક સમયે ખોખારો ખાઇને સત્તાધારી પક્ષને શબ્દોથી વિંધનારા દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શબ્દોને મ્યાનમાં મુકી દીધા.

પેટ્રોલનો ભાવ આંખમાં પાણી લાવી દે છે. પેટ્રોલ અને ડીઝલનો ભાવ રેકોર્ડ સ્તરે છે. મુંબઇ સહિત અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી ચુકી છે. તો ઘણા શહેરોમાં ડીઝલ પણ 100થી વધુના ભાવે વેંચાઇ રહ્યું છે. ત્યારે પેટ્રોલ-ડીઝલના શતક પર મોદી સરકારનું મોં સિવાઇ ગયું છે. સત્તા પહેલા અને સત્તા મેળવ્યા બાદ પણ અનેક વખત પીએમ મોદી મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલની કિંમત મુદ્દે કોંગ્રેસ પર ગાળિયો કસી ચુક્યા છે.

વડાપ્રધાને આંકડા આપ્યા તે કોંગ્રેસના કાળના હતા. પરંતુ અત્યારના આંકડા જોઇએ તો મે મહિનામાં છૂટક મોંઘવારી દર 6. 3 ટકાને પાર કરી ગયો. જ્યારે કે મે મહિનાનો જથ્થાબંધ મોંઘવારી 12. 94 ટકાએ પહોંચી ગયો. એક સમયે પૂર્વપીએમ મનમોહન સિંહના મૌન પર સવાલ ઉઠાવનારી સત્તાધારી ભાજપ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. વડાપ્રધાન તો ઠીક મંત્રી કે ભાજપના કોઇ નેતા મોંઘવારી અંગે હરફ સુદ્ધા ઉચ્ચારી રહ્યા નથી.

નોટબંધી બાદથી જીડીપીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્રિમાસીક આધારે ગત વર્ષે દેશનો જીડીપી માઈનસ 23. 9 ટકા સુધી ગગડ્યો. હાલના સમયમાં જીડીપીનું પર્ફોમન્સ 40 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ છે.

વડાપ્રધાન બન્યાના પહેલાના નરેન્દ્ર મોદીના ભાષણોના તેજાબી ચાબખા અને અચ્છે દિનના સોનેરી સપના. લોકોને લાગી રહ્યું છે કે જાણે આ તમામનું આજે બાષ્પીભવન થઇ ચુક્યું છે. લોકોની સામે મોદીની બે તસ્વીરો ઉભરીને આવી છે. લોકો પણ 2014 પહેલાના મોદીને આજના મોદીમાં શોધી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભારતમાં કોરોના મહામારીની જબરદસ્ત અસર, આટલા વર્ષ ઘટી ગયો લોકોનો જીવન કાળ

Damini Patel

મિશન કાશ્મીર/ કલમ 370 નાબૂદ થયા બાદ અમિત શાહ પહેલીવાર જમ્મુ-કાશ્મીરના પ્રવાસે, આતંકના ખાતમા માટે ચાણક્યનો આ છે માસ્ટર પ્લાન

Bansari

ખેડૂતો સાથે સરકારની ક્રૂર મજાક/ અધુરા સર્વે કરીને ઠોકી બેસાડ્યું સહાય પેકેજ, મોટા ભાગના ગામોમાં સાહેબોની ટીમ પહોંચી જ નથી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!