GSTV

જાણવા જેવું / એરોપ્લેનના પાઈલટ અને કો-પાઈલટને કેમ આપવામાં આવે છે અલગ-અલગ ફૂડ? જાણો તેના પાછળનું કારણ

પાઈલટ

Last Updated on December 5, 2021 by GSTV Web Desk

જો તમે ક્યારેય એરોપ્લેનમાં મુસાફરી કરી હોય, તો તમે જોયું હશે કે પ્લેનમાં બે પાઈલટ હોય છે. ટ્રેનના ડ્રાઈવરની જેમ પ્લેનમાં બે પાઈલટ રાખવાનું કારણ પણ મુસાફરોની સલામતી અને સુવિધાજનક મુસાફરી છે. પરંતુ શું તમે જાણો છો કે પ્લેનના બંને પાઇલટ્સને એક સરખો ખોરાક આપવામાં આવતો નથી. પાઈલટ અને કો-પાઈલટ માટે હંમેશા અલગ-અલગ ફૂડ આપવામાં આવે છે. તેની પાછળનું કારણ ઘણું રસપ્રદ છે.

પાઈલટ

વર્ષ 1984માં લંડન અને ન્યૂયોર્ક વચ્ચે ચાલતી કોન્કોર્ડ સુપરસોનિક ફ્લાઇટમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ફ્લાઇટના 120 મુસાફરો અને તમામ ક્રૂ મેમ્બર્સને ખરાબ ભોજન ખાવાથી ફૂડ પોઇઝનિંગ થયું હતું. તેને પછી તેમને તાવ, ઉલ્ટી અને ઝાડા થયા હતા. એક અહેવાલ મુજબ ફૂડ પોઈઝનિંગને કારણે એક વ્યક્તિનું મોત પણ થયું હતું. પાઈલટ્સને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એક અહેવાલ મુજબ વર્ષ 2009માં બ્રિટિશ રજિસ્ટર્ડ એરલાઈનમાં ફૂડ પોઈઝનિંગના 32 કેસ નોંધાયા હતા, જ્યારે 2007માં 39 કેસ નોંધાયા હતા.

ફૂડ પોઇઝનિંગથી બચવા માટે આપે છે અલગ-અલગ ફૂડ

આવી ઘણી ઘટનાઓ નોંધાયેલી છે જેમાં પ્લેનનું ખાવાનું ખાવાથી લોકોને ફૂડ પોઈઝનિંગની સમસ્યા થઈ હોય. આ સમસ્યાથી બચવા માટે હવે ખૂબ જ સાવચેતીભર્યા પગલાં લેવામાં આવે છે. પાઈલટ અને કો-પાઈલટને અલગ-અલગ ફૂડ ખવડાવવામાં આવે છે, જેથી ફૂડ પોઈઝનિંગ થાય તો પણ એક પાઈલટ સુરક્ષિત રહે.

ઘણી એરલાઇન્સ પાયલોટ માટે બનાવે છે અલગ ફૂડ

2012માં લેવામાં આવેલા કોરિયન પાઈલટના ઈન્ટરવ્યુમાં પણ આ વાત સામે આવી હતી. રિપોર્ટ મુજબ તેણે જણાવ્યું હતું કે ફૂડ પોઈઝનિંગથી બચવા માટે બંને પાઈલટને અલગ-અલગ ફૂડ આપવામાં આવે છે. સામાન્ય રીતે પાઈલટને ફર્સ્ટ ક્લાસ ફૂડ આપવામાં આવે છે અને કો પાઈલટને બિઝનેસ ક્લાસનો ફૂડ આપવામાં આવે છે. આટલું જ નહીં જો કેટલાક અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ઘણી એરલાઇન્સ કોકપિટ ક્રૂ માટે સંપૂર્ણપણે અલગ ફૂડ બનાવે છે. એરલાઈન્સ દ્વારા પાઈલટોને તેમનો ફૂડ અલગથી આપવામાં આવે છે, જે મુસાફરોના ભોજનથી અલગ અને સાદો હોય છે.

Read Also

Related posts

અમદાવાદ / ગૃહ કંકાશથી કંટાળી પરિણીતાએ પોતાના 5 મહિનાના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ, સાબરમતિ રિવરફ્રન્ટ બની રહ્યું છે સુસાઈડ પોઈન્ટ!

GSTV Web Desk

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભળાશે રોહિત, ઈજાના કારણે હતો બહાર

GSTV Web Desk

ગોવા ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનો મહત્વપૂર્ણ ચુકાદો, આ જમીનોના વેચાણ પર નહિ ભરવો પડે જીએસટી

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!