GSTV
Home » News » જાણો, શા માટે 15 ઓગસ્ટની જગ્યાએ 14મીએ સ્વતંત્રતા દિવસ ઉજવે છે પાકિસ્તાન…

જાણો, શા માટે 15 ઓગસ્ટની જગ્યાએ 14મીએ સ્વતંત્રતા દિવસ ઉજવે છે પાકિસ્તાન…

14 ઓગષ્ટ 2019માં પાકિસ્તાને તેનો 72મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. 15 ઓગષ્ટ, 1947 ભારતીય ઈતિહાસની એ તારીખ છે, જ્યારે આપણો દેશ બ્રિટિશ હુકુમતમાંથી આઝાદ થયો હતો. પરંતુ 15 ઓગષ્ટ છતાં પાકિસ્તાન તેની આઝાદીની ઉજવણી 14 ઓગષ્ટે કરે છે.

પાકિસ્તાનનું આઝાદીની ઉજવણી 15 ઓગષ્ટની જગ્યાએ 14 ઓગષ્ટે મનાવવા પાછળનું કારણ છુપાયેલું છે. વાસ્તવમાં પાકિસ્તાનના રૂપમાં એક અલગ રાષ્ટ્રની સ્વીકૃતિ 14 ઓગષ્ટે થઈ ગઈ હતી. આ દિવસે જ બ્રિટિશ લોર્ડ માઉંટબેટેને પાકિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપીને સત્તા સોંપી દીધી હતી.

વર્ષ 1948માં પાકિસ્તાનમાં આઝાદીની તારીખને 14 ઓગષ્ટ જાહેર કરવામાં આવી હતી. ઘણા મીડિયા રિપોર્ટસનું એવું પણ કહેવાનું છેકે, તે દિવસે રમઝાનનો 27મો દિવસ હતો. જે ઈસ્લામિક કેલેન્ડર મુજબ ખાસ અને પવિત્ર દિવસ માનવામાં આવે છે.

એટલા માટે પાકિસ્તાન તેની આઝાદીની ઉજવણી દર વર્ષે 14 ઓગષ્ટે જ પાકિસ્તાન સ્વતંત્રતા દિવસ ઉજવે છે. મીડિયા રિપોર્ટ મુજબ, 1948માં પાકિસ્તાને જે પહેલી ડાક ટિકિટ રજૂ કરી હતી. તેમાં આઝાદીની તારીખ 15 ઓગષ્ટ 1947 જ નોંધાઈ છે.

જ્યારે પાકિસ્તાનનાં સંસ્થાપક મોહમ્મદ અલી જીન્નાએ 15 ઓગષ્ટે જ પાકિસ્તાનનાં જન્મની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છેકે, ઈન્ડિયન ઈન્ડિપેન્ડસ એક્ટ મુજબ ભારત અને પાકિસ્તાન એક જ દિવસે આઝાદ થયા હતા.

READ ALSO

Related posts

મનફાવે તે ન બનાવી શકે રાષ્ટ્રીય ધ્વજ, આ કંપની પાસે જ છે દેશનો તિરંગો બનાવવાનો કોન્ટ્રાક

Pravin Makwana

દેશભક્તિથી ભરેલા એ ડાઈલોગ્સ જે સાંભળી તમારા રૂવાળા ઉભા થઈ જશે

Dharika Jansari

વિશ્વનાં આ 5 દેશો પણ ભારત સાથે 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્યદિનની કરે છે ઉજવણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!