GSTV
Home » News » આખરે ધોનીએ જ શા માટે સાથી ખેલાડીઓને આપી આર્મી કેપ, એક નહી ત્રણ છે કારણ

આખરે ધોનીએ જ શા માટે સાથી ખેલાડીઓને આપી આર્મી કેપ, એક નહી ત્રણ છે કારણ

dhoni army cap

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાનારી મેચમાં ભારતીય ટીમ આર્મીની કેપ પહેરીને મેદાનમાં ઉતરી. મેચ પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આર્મીની કેપ આપી હતી. ભારતીય સેનાના પરાક્રમ, બલિદાન અને સાહસના સન્માન માટે બીસીસીઆઈએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. આ મેચના ફંડને નેશનલ ડિફેન્સ ફંડમાં દાનમાં આપવામાં આવશે.

તેવામાં તે સૌકોઇ જાણવા માટે આતુર છે કે આખરે ભારતીય ક્રિકેટર્સને આ કેપ કેપ્ટન વિરાટ કોહલીની હાજરી હોવા છતાં ધોનીએ જ શા માટે આપી? ફેન્સને જણાવી દઇએ કે ધોનીને આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું છે.

બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે ધોનીનો સેના પ્રત્યેનો લગાવ જોતાં તેમણે આ કામ ધોનીને સોંપ્યું. અન્ય એક કારણ એ પણ છે કે આર્મી કેપ પહેરીને ટીમ ઇન્ડિયા પહેલીવાર રાંચીના મેદાન પર જ ઉતરી છે, જે ધોનીનું હોમ ગ્રાઉન્ડ છે.

તેમણે જણાવ્યું કે, તે ઘણી સારી વાત છે કે આ વાર્ષિક કાર્યક્રમની શરૂઆત લેફ્ટનંટ કર્નલ ધોનીના ગૃહનગરથી થઇ રહી છે કારણ કે આ કોઇ દેખાડા માટે નથી પરંતુ એક પ્રામાણિક અભિયાન છે.

તેમણે જણાવ્યું કે, આ આઇડિયા ધોનીનો જ હતો અને તેમણે કોહલી સાથે મળીને પહેલાં જ આર્મી કેપ બનાવા માટે નાઇકી સાથે વાત કરી લીધી હતી.

ખાસ વાત એ છે કે ટીમના તમામ સભ્યોને આર્મી કેપ ધોનીના હાથે મળી પરંતુ ખુદ ધોનીએ આ કેપ કોહલીના હાથે લીધી. હવે દર વર્ષે એકવાર ટીમ ઇન્ડિયા ઘરેલૂ મેચમાં આર્મી કેપ પહેરીને ઉતરશે.

 જણાવી દઇએ કે  ભારતીય ક્રિકેટ ટીમે પુલવામામાં શહીદ થયેલા જવાનના પરિવારજનોને મદદ કરવાની પણ અપીલ કરી હતી.  આર્મીની ટીપીનો એક વીડિયો બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમા ધોની તમામ ખેલાડીઓને આર્મીની ટોપી આપી રહ્યો છે.

Read Also

Related posts

વ્હિક્લ ચલાવવું પડશે ભારે, સાથે 1 સપ્ટેમ્બર પછી SBI પણ લાવશે નવા નિયમ

Dharika Jansari

અનુભવી રોજર ફેડરરને ભારતનો આ યુવા ખેલાડી આપશે ટક્કર, 21 વર્ષ બાદ બની છે આ ઘટના

Mayur

ચાની ચુસ્કીની મજા થશે ડબલ, ગડકરીએ લીધો નવો નિર્ણય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!