GSTV
Gujarat Government Advertisement

સાઉદીનો ભારતનો ઝટકો : મોદી સરકાર સસ્તા ભાવે ખરીદેલું તેલ કેમ પ્રજાને નથી આપતી, 67 લાખ બેરલથી ભરાયેલા છે ભંડાર

તેલ

Last Updated on March 6, 2021 by Mansi Patel

ખનીજ તેલનું ઉત્પાદન કરતા દેશો OPECએ તેલ ઉત્પાદન પર નિયંત્રણમાં ઢીલ મુકવાની ભારતની અપીલ ફગાવી કરી દીધી છે અને આ પછી પણ ક્રૂડ તેલનાં આંતરરાષ્ટ્રીય ભાવમાં ફરી એક વખત વધારો થઇ ગયો છે. દરમિયાન, સાઉદી અરેબિયાએ ભારતને સલાહ આપી છે કે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો તે સમયે ખરીદેલા ક્રૂડ તેલનો ઉપયોગ કરી શકે છે.

સુધારો આવવાની રાહ જોવી જોઇએ

એક તરફ ઓપેક દેશો હાલ નિયંત્રણોમાં ઢીલ આપવા તૈયાર નથી તો બીજી તરફ OPEC પ્લસ તરીકે ઓળખાતા તેલ ઉત્પાદક દેશો ક્રુડ ઓઇલનું ઉત્પાદન વધારવા માટે સહેમત છે. તેમનું માનવું છે કે માંગમાં સુધારો આવવાની રાહ જોવી જોઇએ.

ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી અપીલ

આ પુર્વે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓપેક દેશઓને ક્રુડ ઓઇલનાં ભાવમાં સ્થિરતા લાવવા માટે ઉત્પાદન પર લગાવવામાં આવેલા નિયંત્રણો ઓછા કરવાની અપીલ કરી હતી. OPEC દેશોનાં સંમેલનમાં ભારતનાં આગ્રહ અંગે જ્યારે સાઉદીનાં ઉર્જા પ્રધાન પ્રિન્સ અબ્દુલાઝીઝ બિન સલમાનને પુછવામાં આવ્યું તો તેમણે ભારતને સલાહ આપી કે ગયા વર્ષે ઓછી કિંમતમાં ખરીદવામાં આવેલા ક્રુડ ઓઇલનાં ભંડારમાંથી થોડા ભાગનોં ઉપયોગ કરવો જોઇએ.

અત્રે ઉલ્લેખનિય છે કે ભારતે જ્યારે ક્રુડનાં ભાવ માત્ર 19 ડોલર પ્રતિ બેરલ હતા ત્યારે ભારતે 67 લાખ બેરલ ક્રુડ ઓઇલની ખરીદી કરી હતી, ભારતે આવું તેના સ્ટેટેજીક ભંડારોને ભરવા માટે આ ખરીદી કરી હતી, પેટ્રોલિયમ મંત્રીએ પણ આ માહિતી સંસદમાં એક લેખિત જવાબમાં આપી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી

Pravin Makwana

હેલ્થ /ઉનાળામાં ગરમીથી બચવા પીવો આ ખાસ ચા, મહિલાઓ માટે છે વધુ ફાયદાકારક

Bansari

આ રાજ્યમાં ખરીદાશે ઓક્સિજન સિલિન્ડર, 1 કરોડ રૂપિયાના ખર્ચને મુખ્યમંત્રીએ કરી દીધું મંજૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!