GSTV
Gujarat Government Advertisement

મહામારી/ દેશવ્યાપી લોકડાઉન ન લગાવવાના આ છે કારણો, પીએમ મોદીને છે આ ચિંતાઓ

g7

Last Updated on May 9, 2021 by Damini Patel

દેશમાં કોરોનાના વધી રહેલા કેસો અને મૃત્યુઆંકના કારણે દેશવ્યાપી લોકડાઉન લાદવા માટે નરેન્દ્ર મોદી પર દબાણ વધી રહ્યું છે પણ મોદી મચક આપવા તૈયાર નથી. વિપક્ષી નેતાઓ અને વિદેશી નિષ્ણાતો સહિતનાં તમામ લોકો દેશમાં એક મહિનાનું લોકડાઉન જરૂરી હોવાનું કહી રહ્યાં છે પણ મોદી તૈયાર જ નથી. કેન્દ્ર સરકારના બદલે એક પછી એક રાજ્ય લોકડાઉન લાદે ને એ રીતે દેશવ્યાપી લોકડાઉન ન થાય એવું મોદી ઈચ્છી રહ્યા છે.

આ કારણે મોદી નથી લગાવી રહ્યા લોકડાઉન

લોકડાઉન

ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, મોદીને પોતાની ઈમેજની વધારે ચિંતા છે અને પોતાના ટીકાકારોને કોઈ તક આપવા નથી માંગતા તેથી લોકડાઉન ટાળી રહ્યા છે. બંગાળ સહિતના પાંચ રાજ્યોમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલતો હતો ત્યારે આક્ષેપ થતા હતા કે મોદી પોતાની સત્તાલાલસાના કારણે દેશવ્યાપી લોકડાઉન નથી લાદી રહ્યા ને ચૂંટણી પતશે કે તરત લોકડાઉન આવી જશે.

હવે ચૂંટણી પતી કે તરત લોકડાઉન લાદી દેવાય તો આ આક્ષેપો સાચા સાબિત થાય. તેના કારણે ટીકાકારોને તક મળી જાય તેથી મે મહિનામાં તો લોકડાઉન નહીં જ આવે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

નવા સમીકરણો/ પ્રથમવાર અમિત શાહનો પ્રેમ ઉભરાયો, નીતિન પટેલને ગાડીમાં લઈને ફર્યા અને એક કલાક બેઠક થઈ

Damini Patel

રાજકારણ: શરદ પવારની આગેવાનીમાં ભાજપને ઘેરવાનો બનાવ્યો પ્લાન, સાંજે ચાર વાગ્યે મળવાની છે આ બેઠક

Pravin Makwana

UPSC Exam 2021: સિવિલ સેવા પ્રિલિમરી એક્ઝામ 2021 રદ કરાઈ, નવા શિડ્યૂલ મુજબ હવે આ તારીખે લેવાશે પરીક્ષા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!