ગુજરાતમાં લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના બે દિગ્ગજ એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્રવાસ વધતા જઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પાંચ સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. ખાસ કરીને ભાજપ નબળી બેઠકો પર પીએમ મોદીની સભા કરીને મતદારોને આકર્ષવાની રણનીતિ ધડી છે.
આમ તો ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે રાજ્યની તમામ ૨૬ બેઠક વધુ એક વખત જીતી જશે. પરંતુ જેટલું આસાનીથી કહી રહ્યા છે અને ગત વખતની વાતોને આધાર બનાવી વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે એટલું આસાન નથી. ભાજપ માટે આ વખત તમામ બેઠક પર જીત મેળવવી અને એટલે જ પ્રદેશ નેતાગીરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સભાઓ યોજવા માટે અગ્રહ કરેલો છે. પીએમ મોદી આગામી દિવસમાં પાંચ રેલી યોજશે.
સુત્રોની જો વાત માનીએ તો નરેન્દ્ર મોદીને પણ ખ્યાલ છે અને પ્રદેશ નેતાગીરી એ જે રીપોર્ટ સોંપેલો છે તેમાં પણ રાજ્યની કેટલીક બેઠક એવી છે જેમાં ભાજપને સીધી રીતે જ નુકશાન હોવાનું સામે આવી રહ્યું છે. અને એ જ વિસ્તારમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપે સુરેન્દ્રનગરમાં નવા ચહેરાને સ્થાન આપ્યું છે. તો સ્થાનિક મતદારો ભાજપથી નારાજ છે અને ભાજપમાં પણ ભડકો થયો છે. તો એ જ રીતે આણંદ બેઠક વર્ષો સુધી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. પરંતુ ગત ચૂંટણી દરમિયાન મોદી લહેરના કારણે ભાજપે જીત મેળવી હતી. તો અમરેલી બેઠકમાં પણ આ વખતે ભાજપમાં આંતરિક વિરોધ છે. સાથે જ ભાજપના નેતાઓ જ નારણ કાછડિયાને હરાવવા અંદરખાને પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ ખેડૂત અને પાટીદાર મતદારોથી ભરેલી આ સીટ પર ભાજપ સામે વિરોધ ઘણા વર્ષોથી છે.
પાટણમાં પણ કોંગ્રેસે જગદીશ ઠાકોરને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તેની સામે ભાજપે ચાલુ ધારાસભ્યને ટીકીટ આપી છે. પાર્ટીના નેતાઓએ તેમને જીતાડવા માટે બાહેંધરી લીધી છે. પરંતુ હારના સમીકરણો નજરે પડતા ભાજપ કોઈ જોખમ લેવા માંગતું નથી. અને એટલે જ ભાજપે આ તમામ સીટ પર મતદારો સાથે પીએમ મોદી સીધો જ સંવાદ કરે તો ચોક્કસ ભાજપને ફાયદો થઇ શકે છે. એક તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ વિસ્તારમાં પ્રચાર કરવાના છે. ત્યાર બાદ પીએમ મોદી પણ આ વિસ્તારમાં સભાઓ ગજવશે. 17, 18 અને ૨૧ એપ્રિલે પીએમ મોદીની સભા યોજશે. 17 તારીખે સુરેન્દ્રનગર, આણંદ અને હિંમતનગર ખાતે સભા કરશે તો 18 તારીખે અમરેલીમાં સભા કરશે. અને ૨૧ તારીખે પાટણ બેઠકને લઈને સભા કરવાનું આયોજન હોવાનું સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. એટલે ભાજપ પોતાના માટે ફાયદા કારક રહે તેવા તમામ પ્રયાસ કરી રહ્યુ છે.. અને એટલે જ વડાપ્રધાન મોદીના પ્રવાસ નક્કી કરવામાં આવ્યા છે.
READ ALSO
- કરણ જોહરે એક ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો, રાત્રે બેડ પર સૂતી વખતે આ ખાસ કામ કરવાનું નથી ભૂલતો
- અમિત શાહના નિવેદન પર બાંગ્લાદેશના વિદેશમંત્રીએ આપ્યો જવાબ, મહેમાન બનવા આપ્યું આમંત્રણ
- બીટકોઈન કેસમાં સંડોવાયેલા આરોપી શૈલેષ ભટ્ટને સુપ્રીમ તરફથી મોટી રાહત, આપવામાં આવ્યા આ આદેશ
- આજે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન, 309 મૂરતિયાઓ મેદાનમાં
- રસ્તા પર કિન્નરોએ મચાવ્યો આતંક, પોલીસે રોકવાની કરી કોશિશ તો ઉતાર્યા કપડાં