GSTV
Home » News » રેલવે સ્ટેશનના બોર્ડ પર ‘સમુદ્વ તલ સે ઉંચાઈ’ લખવા પાછળનું શું છે રહસ્ય?

રેલવે સ્ટેશનના બોર્ડ પર ‘સમુદ્વ તલ સે ઉંચાઈ’ લખવા પાછળનું શું છે રહસ્ય?

ભારતીય રેલ એશિયાનું બીજું સૌથી મોટું રેલ નેટવર્ક અને એકલ સરકારી સ્વામિત્વ વાળા વિશ્વના ચોથો સૌથી મોટું રેલ નેટવર્ક છે. અહીં રેલવે સ્ટેશનોની સંખ્યા લગભગ 8000 છે. આ બધી વાતને તમે જાણતા હશો, પણ તમને એ ખ્યાલ છે કે રેલવે સ્ટેશનના બોર્ડ પર સમુદ્ર તલની ઉંચાઈ કેમ લખેલું હોય છે?

સ્ટેશન મોટું હોય કે નાનું દરેક જગ્યા પર પીળા રંગનું બોર્ડ જોવા મળતું હોય છે. જેમાં શહેરનું નામ હિન્દી, અંગ્રેજી અને ઘણી વાર ઉર્દૂમાં લખેલું હોય છે અને સ્ટેશનના નામની છેક નીચે કંઈક બીજું પણ લખેલું હોય છે. જો તમારું ધ્યાન હશે તો ખ્યાલ આવ્યો હશે કે બોર્ડ પર સમુદ્ર તલ સે ઉંચાઈનો ઉલ્લેખ રહેલો હોય છે.

જોકે દુનિયા ગોળ છે અને તેને એક સમાન ઉંચાઈ પર માપવા માટે ઘણા વૈજ્ઞાનિકોને કેટલાક એવા બિંદુની જરૂર હતી જે એક સમાન દેખાય. આ બાબતમાં સમુદ્ર એક સારો વિક્લ્પ છે. કેમ કે સમુદ્રનું પાણી એક સમાન રહે છે એટલે લખાય છે સમુદ્ર તલની ઉંચાઈ. હવે તેને રેલવે સ્ટેશન પર લખવાથી શું ફાયદો, તો એ ફાયદો રેલવેના યાત્રિકોને નથી થતો પણ રેલવેના ડ્રાઈવરોને થાય છે.

માનો કે ટ્રેન 100 મીટર સમુદ્ર તલ સે ઉંચાઈથી 200 મીટર સમુદ્ર તલની ઉંચાઈ પર જઈ રહી છે, તો ડ્રાઈવર સરળતાથી એ નિર્ણય લઈ શકે છે કે 100મીટરથી વધુ ઉંચાઈ પર જવા માટે એન્જિનને કેટલો પાવર વાપરવો પડશે. જો ટ્રેન નીચેની તરફ જશે તો તે સમયે ડ્રાઈવરને કેટલી બ્રેક લગાવી પડશે કેટલી સ્પીડ લગાવવાની જરૂર પડશે, આ બધું જાણવા માટે જ સ્ટેશનો પર સમુદ્ર તલ સે ઉંચાઈ લખવી પડે.

Read Also

Related posts

શું ભણવાની કોઈ ઉંમર હોય ના, જિંદગી માનવીને કંઈક ને કંઈક શીખવાડતી હોય છે…

pratik shah

આ છે દુનિયાની પાંચ સૌથી લાંબા અંતરની હવાઈ યાત્રા, 16-17 કલાકથી પણ વધારે સમય લાગે છે મુસાફરીમાં

pratik shah

પૂર્વ પ્રેમીના લવલેટરને સળગાવતા સળગાવતા એવો ભડકો થયો કે કરોડનો ચૂનો લાગી ગયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!