GSTV
Life Relationship Trending

Relationship Mistakes/ કપલમાં શા માટે થાય છે આટલા ઝઘડા? અહિ થઇ રહિ છે ભૂલો

એવું કહેવામાં આવે છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે, પરંતુ આપણે હંમેશા જોયુ છે કે લગ્ન પછી કપલ્સમાં તકરાર થઇ જાય છે. સામાન્ય રીતે ઝઘડાનું કારણ વિચારોમાં અંતર હોય છે. પરંતુ કેટલાક સંબંધોમાં નોર્મલથી વધારે ઝઘડા થાય છે, જેનાથી મનભેદ થઇ જાય છે.

Relationship

જયારે ઝઘડો થાય ત્યારે શુ કરે કપલ?

જયારે 2 લોકો એકસાથે રહે છે ત્યારે નાના મોટા ઝઘડા થવા સામાન્ય બાબત છે પછી રૂઠેલાને મનાવી લેવાથી બધું પહેલા જેવું થઇ જાય છે. જો ઝઘડો વારંવાર થાય તો સમજી લેવું જોઇએ કે સમજદારી દેખાડવાનો સમય આવી ગયો છે. હંમેશા લડવાના કારણે કપલ કવોલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકતા નથી. સાથે જ તે ખુબ જ પરેશાન પણ રહે છે. એવામાં આજે અમે તમને જણાવીશું કે સારા સ્વાસ્થય માટે શુ જરૂરી હોય છે.

Relationshipના ટૂટવાના 3 મુખ્ય કારણ

પરસ્પર સમજણનો અભાવ

કપલમાં પરસ્પર સમજણ હોવી ખુબ જ જરૂરી છે. જેના કારણે રિલેશનશીપ ચાલે છે. તેના કારણે કેટલીકવાર લડાઇ થાય છે. વિચારોની લડાઇ હોવાના કારણે આ સમસ્યા થાય છે. એવામાં તમે હંમેશા પોતાની વાતોને ઝઘડો કરીને સમજાવવાની કોશિશ કરો છો જેનાથી વાત વધારે બગડી જાય છે. જો તમે પ્રેમથી પોતાના પાર્ટનરને સમજાવવાની કોશિશ કરશો તો પણ ખુબ જ લાભ મળશે.

જુની વાતો કરવી

જુની વાતોમાં જો તમે તમારા પાર્ટનરના પાસ્ટને યાદ કરીને ચીડવીને વાત કરો છો તો તેનાથી પણ તે વ્યક્તિને ગુસ્સો આવે છે. કેટલીક વાર મજાક મજાકમાં બધી જ હદો પાર કરી નાખો છો, તેમાં કયાંકને કયાંક આપણે આપણા પાર્ટનરને હર્ટ કરી નાખીએ છીએ. એટલે જ તેમના પાસ્ટ વિશે વધારે વાત ન કરો તો જ સારૂ રહેશે.

ટાઇમ ન આપવો

કેટલીક વાર ઓફિસના ચક્કરમાં આપણે એવા ફસાઇ જઇએ છીએ કે પોતાના પાર્ટનરને ટાઇમ આપી શકતા નથી, જે ઝઘડાનું કારણ બની જાય છે. એવામાં કોશિશ કરો કે તમે પોતાના પાર્ટનરને સમય આપો અને તેમની સાથે વાત કરો જેનાથી સંબંધમાં આવેલી કડવાશ દૂર થાય. સમય મળવા પર તેમને કયાંક ફરવા લઇ જાવ.

READ ALSO

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV