GSTV
Gujarat Government Advertisement

બંગાળમાં મમતા કેમ લોકપ્રિય/ મોદી કે અમિત શાહની નથી આ તાકાત, આ કારણોને પગલે જ જંગી બહુમતિ મેળવી

Last Updated on May 4, 2021 by Pravin Makwana

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી સતત ત્રીજી વખત બંગાળના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. બંગાળમાં ચૂંટણી પ્રચાર શરૂ થયો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ભાજપ આઈટી સેલે મમતા બેનરજી અને તેમના ભત્રીજા પર કમિશન ખાવાના આરોપો મૂક્યા હતા. પરંતુ બંગાળની પ્રજાએ ભાજપના આરોપોને ફગાવીને તૃણમૂલ કોંગ્રેસને ખોબે ખોબે મત આપ્યા છે.

બંગાળ

મમતા બેનરજી બંગાળમાં શા માટે અત્યંત લોકપ્રિય છે અને ભાજપની આખી ચૂંટણી મશીનરીને તેમણે કેવી રીતે પરાસ્ત કરી તે દર્શાવતો દીદીનો બે વર્ષ જૂનો આપેલા ઈન્ટર્વ્યૂનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મમતા બેનરજીએ તેમના સાદગીપૂર્ણ જીવન અંગે વાત કરી છે. આ ઈન્ટર્વ્યૂના કેટલાક અંશ મમતા બેનરજીના જ શબ્દોમાં…

હું સાત વર્ષ પાર્લામેન્ટમાં હતી, પરંતુ મેં એક રૂપિયો પેન્શન લીધું નથી. મેં આ રીતે સરકારના ઘણા રૂપિયા બચાવ્યા છે. મેં હંમેશા ઈકોનોમિક ક્લાસમાં મુસાફરી કરી છે. આ રીતે મેં સરકારનું ટીએ, ડીએ બચાવ્યું છે. બંગાળમાં હું મુખ્યમંત્રી છું છતાં એક રૂપિયો લેતી નથી. હું સરકારની ગાડી પણ વાપરતી નથી. હું સરકારી ગેસ્ટ હાઉસમાં રહું છું તો રૂમનું ભાડું પણ મારા અંગત નાણાંમાંથી આપું છું. મુખ્યમંત્રીનો પગાર એક લાખ પગાર છે અને સાંસદ તરીકેનું પેન્શન એક લાખ છે.

હું આમાંથી એક રૂપિયો પણ લેતી નથી. હું ચા પણ મારા રૂપિયાથી પીઉં છું. તમને થશે મારી પાસે રૂપિયા ક્યાંથી આવે છે? મારા ૮૭ પુસ્તકો પ્રકાશિત થયા છે. આ પુસ્તકો બેસ્ટ સેલર બન્યા છે. તેની રોયલ્ટી મળે છે. મેં ગીતો લખ્યા છે અને તેને સંગીત પણ આપ્યું છે. તેની પણ મને રોયલ્ટી મળે છે. હું ચિત્રો બનાવું છું. જોકે, તેના રૂપિયા દાનમાં આપી દઉં છું. મને પુસ્તકો અને ગીતોની રોયલ્ટીમાંથી જે રૂપિયા મળે છે તે મારા માટે પુરતા છે. ગીતો અને બૂકની રોયલ્ટીમાંથી ૧૦થી ૧૨ લાખ રૂપિયા મળી જાય છે. હું એકલી રહું છું. મારા માટે આટલા રૂપિયા પૂરતા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!