GSTV

જાણો શા માટે કપિલ દેવ, ગોવિંદા, રવિ કિશનને વડોદરાની કોર્ટે ફટકાર્યો લાખોનો દંડ

Last Updated on October 22, 2018 by

વડોદરાની ગ્રાહક કોર્ટે ખોટી જાહેરાત કરનારા ક્રિકેટર કપિલદેવ, ફિલ્મ સ્ટાર ગોવિંદા, રવિકિશન અને સન સ્ટારના ડિરેક્ટરોને ૮.૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકારીને ગ્રાહક સુરક્ષા કાયદાના ઇતિહાસમાં મોટી લપડાક મારી છે. સાથે જે ભોગ બનેલા ગ્રાહકોને 32 લાખ રૂપિયા ચુકવાવા આદેશ કર્યો છે.

વડોદરામાં વર્ષ ૨૦૧૬માં “સન સ્ટાર ક્લબ” નામે ગુજરાતના જાણીતા ઠગ દંપતી રમણ કપૂર અને સીમા કપૂરે કંપનીના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે ક્રિકેટર કપિલદેવ, ફિલ્મ સ્ટાર ગોવિંદા અને રવિકિશનને બતાવ્યા હતા. ગ્રાહકોને હોટલમાં રહેવાની, આવવા-જવાની પ્લેનની ટીકીટ આપવાની લોભામણી જાહેરાત કરીને ક્લબની મેમ્બરશીપના નામે લાખો રૂપિયા ઉઘરાવી શટર પાડી દીધા હતા. આ સ્કીમમાં પૈસા ગુમાવનારા શહેરના ૧૮ લોકોએ વડોદરામાં ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.

ગ્રાહક કોર્ટે ગ્રાહકો પાસેથી ઉઘરાવેલા નાણાં ૯ ટકા વ્યાજ સાથે અને રૂપિયા ૨૦ હજાર ખર્ચ સહિત ૧૮ ફરિયાદીને રૂપિયા ૩૨ લાખ રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. સાથે ખોટી જાહેરાત બદલ ક્રિકેટર કપિલદેવ, ફિલ્મ સ્ટાર ગોવિંદા અને રવિકિશનને ૮.૧૦ લાખનો દંડ પણ ફટકાર્યો છે.

Related posts

BIG BREAKING: અશ્લીલ ફિલ્મ મામલે શિલ્પા શેટ્ટીના પતિ રાજની મુશ્કેલી વધી, 14 દિવસની પોલીસ કસ્ટડીમાં કુંદ્રા

pratik shah

નાગરિકતા સંશોધન એક્ટ/ 20 મહિના પછી પણ નથી બન્યા CAAના નિયમ, ગૃહ મંત્રાલયે માંગ્યો વધુ સમય

Damini Patel

ખુશખબર / હવેથી રાજ્યમાં આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ થશે બંધ, મળશે આ તમામ પ્રકારનાં લાભો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!