GSTV
Ajab Gajab

ખોદકામ દરમિયાન જેસીબીનો ઉપયોગ થાય છે, તેનો પીળો રંગ જ કેમ?

જેસીબીનું મશીન તો તમે જોયું જ હશે. તેનો ઉપયોગ લગભગ દુનિયાની દરેક જગ્યા પર થતો હોય છે. જેસીબીનું કામ ખોદ કામ માટે કરવામાં આવે છે. અને બધા જાણતાં જ હોય છે કે જેસીબી પીળા રંગનું હોય છે, પરતું શું તમે એ જાણો છો કો જેસીબી પીળા રંગનું કેમ હોય છે, કોઈ બીજા રંગનું કેમ નથી હોતું? જેસીબીના રંગની વાત કરીએ અ પહેલામ આપણે મશીનની પણ કેટલીક અવનવી વાતો જાણીએ.

જેસીબીને બ્રિટનની કંપની બનાવે છે, જેની હેડઓફિસ ઈંગ્લેન્ડની સ્ટૈફર્ડશાયર શહેરમાં છે. તેના પ્લાન દુનિયાના ચાર મહાદ્વિપોમાં છે. જેસીબી દુનિયાનું પહેલું મશીન છે જે નામ વગર 1945માં લોન્ચ થઈ હતી. તેને બનાવનારા ઘણાં દિવસો સુધી તેના નામને લઈ ચર્ચા-વિચારણા કરી, પરંતુ કોઈ સારું નામ ન મળતાં તેનું નામ તેના આવિષ્કારક જોસેફ સાયરિલ બમફોર્ડના નામ પરથી જ રાખવામાં આવ્યું.

તમને જાણીને નવાઈ લાગશે કે જેસીબી પહેલી ખાનગી એવી ખાનગી કંપની હતી જે ભારતમાં પોતાની ફેક્ટરી નાખી હોય. આજે વિશ્વમાં જેસીબી મશીનની સૌથી મોટી નિકાસ માત્ર ભારતમાં થાય છે. વર્ષ 1945માં જોસેફ સાયરિલ બમફોર્ડે સૌથી પહેલું મશીન એક ટીપિંગ ટ્રેલર બનાવ્યું હતું, જે તે સમયે બજારમાં 45 પોન્ડ એટલે આજના હિસાબે લગભગ 4000 રૂપિયામાં વેચાયું હતું.

દુનિયાનો પહેલો અને વધારે ઝડપી ટ્રેક્ટર ફાસ્ટ્રેક જેસીબી 1991માં બનાવી હતી. આ ટ્રેક્ટરની વધુમાં વધુ ઝડપ 65 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ટ્રેક્ટરને પ્રિન્સ ઓફ વેલ્સનો એવોર્ડ પણ મળેલો છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે વર્ષ 1948માં જેસીબી કંપનીમાં લગભગ છ લોકો કામ કરતાં હતા, પરંતુ આજે દુનિયાભરમાં લગભગ 11 હજાર કર્મચારી આ કંપનીમાં કામ કરે છે.

શરૂઆતમાં આ મશીન સફેદ અને લાલ રંગનું બનતું હતું, પરંતુ તેના પછી તેનો રંગ પીળો કરવામાં આવ્યો. તેની પાછળનું કારણ એ છે કે આ રંગના કારણે તે જેસીબી ખોદકામ વાળી જગ્યા પર સરળતાથી દેખાય. દિવસ હોય અથવા રાત. જેનાથી લોકો સરળતાથી જોઈ શકે કે આગળ ખોદકામ ચાલી રહ્યું છે.

Read Also

Related posts

લાશોના ઢગલાઓ વચ્ચે નોકરી કરી છે આ સુંદર યુવતી, તેનું કામ જાણીને નવાઈ લાગશે

Rajat Sultan

શબઘરમાં મૃતદેહો વચ્ચે કામ કરે છે આ યુવતી, સુંદરતા જોઈને લોકો વિશ્વાસ નથી કરતા

Drashti Joshi

આ છે 295 ડબ્બાવાળી ભારતની સૌથી લાંબી ટ્રેન, એક છેડેથી બીજા છેડે જવામાં લાગે છે 1 કલાક

Drashti Joshi
GSTV