GSTV
ANDAR NI VAT Trending

દિલ્હીના બજેટને લઈને હોબાળો શા માટે મચ્યો છે? બજેટ રજૂ કરવાનો મંગળવારનો દિવસ હતો નક્કી

દિલ્હીના બજેટના કેટલાક નિયમો ઉપર કેન્દ્રની આપત્તિ બાદ તેને ટાળવામાં આવતું હતું. દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવાનો મંગળવારનો દિવસ નક્કી હતો. બજેટને રજુ નહીં કરવાથી કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે એક નવું ઘર્ષણ શરૂ થયું છે જેને લઈને કેન્દ્ર સરકાર ઉપર અકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. તેના ઉપર એલજી કાર્યાલય અને કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ પ્રતિક્રિયા આપી છે.

દિલ્હી સરકારના સૂત્રોએ જણાવ્યા અનુસાર લગભગ દસ દિવસ પહેલા બજેટને મંજૂરી માટે કેન્દ્રમાં મોકલવામાં આવ્યું હતું. આ દરમિયાન 21 માર્ચે બજેટ રજૂ કરવાની તારીખ નક્કી થઈ હતી. દિલ્હી સરકારનો આરોગ છે કે કેન્દ્ર એ જાણી જોઈને બજેટના એક દિવસ પહેલા જ બજેટને મંજૂરી આપવાના બદલે સવાલ પૂછ્યા છે.

દિલ્હી સરકારના ઇતિહાસમાં આ પહેલી વાર એવું બન્યું છે જ્યારે કેન્દ્રની આપત્તિના કારણે નિશ્ચિત તારીખે બજેટ રજૂ થઈ શક્યું હોય નહીં. ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે 9 માર્ચે ઉપરાજ્ય પાલે ફાઇનાન્સ સ્ટેટમેન્ટને ટિપ્પણીઓ સાથે મુખ્યમંત્રીને મોકલી દીધું હતું. ત્યાર પછી દિલ્હી સરકારે ગૃહ મંત્રાલયમાંથી સ્વીકૃતિ માંગી. ગૃહ મંત્રાલય ને દિલ્હી સરકારને 17 માર્ચે પોતાની ટીપણી થી અગત કરાવી દીધા હતા. મંત્રાલયના અનુસાર ચાર દિવસથી જવાબની રાહ જોવાતી હતી. આમ બજેટને લઈને કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે કરોલી ગામના અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું

Vushank Shukla
GSTV