GSTV

ગીચોગીચ ચંડોળા તળાવ સહિત ઝૂંપડપટ્ટીમાં કોરોનાના કેસનું પ્રમાણ ઓછું કેમ ? આ છે મોટુ કારણ

કોરોના

Last Updated on April 21, 2021 by Bansari

ગુજરાતમાં કોરોનાએ ગંભીર સ્વરુપ ધારણ કર્યુ છે ત્યારે અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ,વાસણા,મિલ્લતનગર સહિતના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઘણું ઓછુ છે. ગરીબ પરિવારો માસ્ક પહેરતાં નથી. સોશિયલ ડિસટન્સ ય રાખતાં નથી ગીચ વિસ્તારોમાં કોરોનાનું પ્રમાણ સરવાળે ખુબ ઓછુ છે.મુંબઇની ધારાવી ઝૂંપડપટ્ટીમાં ય કોરોનાનુ પ્રમાણ ઓછુ રહ્યુ હતું તેવું જ કઇંક અમદાવાદમાં ય જોવા મળી રહ્યું છે. આ મુદ્દો ડૉક્ટરો,રિસર્ચરો માટે પણ આ સંશોધનનો વિષય બન્યો છે.

કોરોના

ગીચ વસ્તીમાં વારંવાર રોગનો શિકાર બનતાં ગરીબ પરિવારોમાં ઇમ્યુનિટી સારી હોવાની ધારણા

એક બાજુ, કોરોનાથી બચવા લોકો માસ્ક-સોશિયલ ડિસટન્સના નિયમનું પાલન કરી રહ્યાં છે.કાળજી રાખી રહ્યાં છે.બીજી તરફ,કેટલાંય લોકો એવાં છે જે માસ્ક પહેરતાં જ નથી. ગીચ વિસ્તારમાં રહેતાં હોવાથી સોશિયલ ડિસટન્સનું પાલન કરાતું જ નથી.સામાન્ય વ્યક્તિને પણ આ સવાલ સતાવી રહ્યો છેકે, કોરોનાના સંક્રમણથી બચવા માટે કાળજી લેનારાં જ કોરોનાની ચપેટમાં આવી રહયાં છે જયારે કેટલાંક લોકો માસ્ક પહેર્યા વિના જ બેરોકટોક રખડે છે,સોશિયલ ડિસ્ટન્સનો કોઇ ખ્યાલ રાખતાં નથી. આવી વ્યક્તિની નજીક ેય કોરોના ફરકતો નથી.

અમદાવાદ શહેરમાં સહિત અન્ય વિસ્તારની ઝૂંપડપટ્ટીઓમાં કોરોનાનું પ્રમાણ સરવાળે ઓછુ છે તેવુ તારણ બહાર આવ્યુ છે. રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સના સભ્ય ડો.દિલિપ માવલંકરનું કહેવુ છેકે, આ એક સંશોધનનો વિષય છે. ઝૂંપડપટ્ટીના લોકોને કોરોનાનું સંક્રમણ થતું નથી તેના પાછળનુ કારણ એછેકે, તેમનામાં જન્મજાત ઇમ્યુનિટી હોય છે. આ ઉપરાંત ગીચ-ગંદા વિસ્તારમાં રહેતાં હોય,પ્રદુષિત પાણી પીતા હોય એટલે વારંવાર રોગનો શિકાર થતા હોય છે જેથી તેમના શરીરમાં એન્ટીબોડી વિકસીત થાય છે. જેમકે, કોઇ વિદેશી ભારતમાં આવે તો તેને વાતાવરણ અનુકુળ ન હોય,પાણી પીએ તો ય બિમાર પડી જાય,ડાયેરિયા થઇ જાય. આવુ બને છે.

બીજી તરફ, કોઇ ભિખારી હોય તે વાસી ખોરાક ખાય તો ય ફુડ પોઇઝનીંગ થતુ નથી. ઝૂંપડપટ્ટી કે ફુટપાથ પર રહેતાં,લારીવાળા,ફેરિયા આ બધાય ૨૪ કલાક ખુલ્લા વાતાવરણ અને તડકામાં ફરે છે જેના કારણે તેમના શરીરમાં વિટામીન ડી ભરપૂર હોય છે. દેશની સૌથી મોટી ધારાવી ઝૂંપડપટ્ટીમાં ૧૦ લાખ લોકો પૈકી માત્ર ગણતરીના લોકોને જ કોરોના થયો હતો.તેમાં શીરો સર્વે કરતાં માલુમ પડયુ કે,૫૭ ટકાને એન્ટીબોડી થયા છે.

કોરોના

પૈસાદાર-શિક્ષિત વર્ગમાં વિટામીન-ડીની ઉણપ, મેદસ્વિતા, ડાયાબિટીસ સહિતના રોગને કારણે કોરોનાનું પ્રમાણ વધુ

અમદાવાદ શહેરમાં ય ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ પાસેથી માહિતી મેળવતાં આ વાતનો ખુલાસો થયો છે. પૈસાદાર વર્ગ-શિક્ષિતો આખોય દિવસ ઓફિસ-ઘરમાં એસીમાં બેસીને કામ કરે છે. મદસ્વિતા,બેઠાડુ જીવન પણ વિટામીન-ડીની કમી માટે જવાબદાર પરિબળ છે. આ કારણોસર વિટામીન -ડીની ઉણપ હોય તેવા લોકો કોરોનાના શિકાર બની રહ્યાં છે અને ઇમ્યુનિટી વધતાં ઘણી વાર લાગે છે.

ખરેખર તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર્દીઓના આંકડા આધારે વૈજ્ઞાાનિક ઢભે સંશોધન કરાવવું જોઇએ જેથી કોરોનાના સંક્રમણ પાછળના કારણોની હકીકત જાણવા મળી શકે તેવો નિષ્ણાતોનો મત છે.

અમદાવાદમાં કયા કયા વિસ્તારોમાં ઝૂપડપટ્ટી છે

ચંડોળા તળાવ ,વાસણા,ગુલબાઇ ટેકરા, મિલ્લતનગર, શાહઆલમ, વાડજ, ગુપ્તાનગર, બોમ્બે હોટલ, મજૂરગામ, અસારવા-ચમનપુરા,સરસપુર-પોટલિયા તળાવ

કોરોના એટલે અર્બન વીઆઇપી વાયરસ

શહેરના પોશ-પશ્ચિમ વિસ્તારમાં બંગલા , ફલેટ,સોસાયટીઓ કોરોનાની ચપેટમાં આવી રહી છે. ટાસ્ક ફોર્સના સભ્ય ડો.દિલિપ માવલંકર કહે છેકે, માલદાર-શિક્ષિત વર્ગ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યો છે.મોટા ભાગના મંત્રી-ધારાસભ્ય પણ કોરોનાથી બચી શક્યા નથી.ભાજપ-કોંગ્રેસના મ્યુનિ.કોર્પોરેટરો,જિલા પંચાયત-તાલુકા પંચાયતના સભ્ય પણ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યાં છે.રાહુલ ગાંધી,મનમોહનસિંહ, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના પત્નિને પણ કોરોના થયો છે. આ જોતાં હવે કોરોનાનું નવુ નામ આપ્યુ છે.અર્બન વીઆઇપી વાયરસ.

Read Also

Related posts

ચમત્કાર / મૃત્યુના 45 મિનિટ બાદ ફરી જીવતી થઇ ગઈ મહિલા, હાર્ટ એટેકથી થયું હતું મોત

Pritesh Mehta

પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ: મહિને 1500 રૂપિયા જમા કરી મેળવો 35 લાખ રૂપિયા, આ રહી સમગ્ર વિગત

Zainul Ansari

ખુશખબરી / સોનુ ખરીદવાનો શાનદાર મોકો, 6 મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યો ભાવ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!