GSTV

ગુજરાત સરકાર આટલા કરોડો રૂપિયા ટ્રમ્પના સ્વાગત પાછળ કેમ ખર્ચી રહી છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે. જોકે તેમની આ મુલાકાતને લઇને વિવાદો પણ ચાલી રહ્યા છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કોના આમંત્રણથી ભારત આવી રહ્યા છે? ટ્રમ્પ દાવા કરી રહ્યા છે કે મારૂ સ્વાગત એક કરોડ લોકો અમદાવાદમાં કરવા જઇ રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે ટ્રમ્પને કોણે આમંત્રણ આપ્યું છે? વિદેશ મંત્રાલય કહે છે કે એક ખાનગી સંસ્થાએ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતનું આયોજન કર્યું છે. બાદમાં મંત્રાલયના નિવેદનને ટાંકીને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે આ નાગરિક અભિનંદન સમિતિ કોણ છે? તેના સભ્યો કોણ છે?

ગુજરાત સરકાર કેમ ખર્ચી રહી છે ?

જો ટ્રમ્પને એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા બોલાવવામાં આવી રહ્યા હોય તો ગુજરાત સરકાર આટલા કરોડો રૂપિયા ટ્રમ્પના સ્વાગત પાછળ કેમ ખર્ચી રહી છે? સાથે તેમણે એ પણ સવાલ ઉઠાવ્યો છે કે ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પને કોને બોલાવ્યા છે? એક તરફ ટ્રમ્પ કહે છે કે મને નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યું છે જ્યારે બીજી તરફ વિદેશ મંત્રાલય કહે છે કે આ કોઇ સત્તાવાર કાર્યક્રમ નથી. સાથે સવાલ કર્યો હતો કે આ કાર્યક્રમ પાછળ થનારા કરોડો રૂપિયાના ખર્ચના પૈસા આવ્યા ક્યાંથી?

ત્રણ કલાકના કાર્યક્રમ પાછળ 120 કરોડનો ખર્ચ

સાથે કોંગ્રેસે દાવો કર્યો છે કે ગુજરાત સરકાર ટ્રમ્પના સ્વાગત અને કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. માત્ર ત્રણ કલાકના ટ્રમ્પના કાર્યક્રમ પાછળ 120 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. વિદેશ નીતિ એક ગંભીર બાબત છે અને આ કોઇ ઇવેંટ મેનેજમેન્ટ નથી કે સરકાર ટ્રમ્પની પાછળ આટલા કરોડ રૂપિયા ખર્ચી રહી છે. નોંધનીય છે કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં કોને કોને આમંત્રણ અપાશે તે વિદેશ મંત્રાલય નહીં કરે, આ કાર્યક્રમનું આયોજન ડોનાલ્ડ ટ્રમ્પ અભિનંદન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. એવામાં આ કાર્યક્રમમાં કોને બોલાવવામાં આવે છે કે નહીં તે તેમનો ખાનગી મામલો છે. તેથી જ કોંગ્રેસે હવે સવાલ કર્યો છે કે આ ડોનાલ્ડ ટ્રમ્પ અભિનંદન સમિતિ છે કોણ? બીજી તરફ પહેલી વખત એવુ થઇ રહ્યું છે કે અમેરિકાના પ્રમુખને ભારતનું વિપક્ષનું એક પણ ડેલિગેશન નહીં મળે.

ટ્રમ્પની મુલાકાતથી ભારતને પણ ફાયદો થવો જોઇએ : કોંગ્રેસ

કોંગ્રેસે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત અંગે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની મુલાકાતથી અમેરિકાને જ નહીં ભારતને પણ ફાયદો થવો જોઇએ. ટ્રમ્પ આ મુલાકાતનો ઉપયોગ અમેરિકામાં યોજાનારી ચૂંટણી માટે પણ કરી રહ્યા છે કેમ કે ત્યાં અનેક ભારતીયો વસે છે જેના મત તેમને મળી શકે છે. આવી સ્થિતિમાં ટ્રમ્પ જ્યારે ભારત આવે ત્યારે કેન્દ્ર સરકારે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે આ મુલાકાતથી માત્ર ટ્રમ્પને જ નહીં ભારતને પણ ફાયદો થવો એટલો જ જરૂરી છે. એવા આરોપો થઇ રહ્યા છે કે ટ્રમ્પ ભારત આવી રહ્યા છે અને તેનો લાભ તેવો ચૂંટણીમાં લેવા માગે છે. તો આ મુલાકાતથી ભારતને શું ફાયદો થશે કે સરકાર ટ્રમ્પના સ્વાગત પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે?

READ ALSO

Related posts

09.09 પર સમગ્ર દેશમાં દિપ પ્રાગટ્ય, કોરોના સામે નવી ઊર્જાનો ખૂણે ખૂણે થયો પ્રસાર

Pravin Makwana

14 એપ્રિલ પછી પણ રહેશે Lockdown? WHOના નામ પર Viral થઈ રહેલા આ મેસેજનું શું છે સત્ય?

Arohi

6 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાનો આંક 128, કુલ 21 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!