GSTV
ANDAR NI VAT Trending

કેનેડામાં કેમ ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત ? કોણે તેમને છેતર્યા ?

કેનેડામાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ ઉપર કોલેજમાં બનાવટી દસ્તાવેજોને આધારે એડમિશન લેવાના આરોપ હેઠળ દેશનિકાલ થવાની નોબત આવી છે. કેનેડામાં લગભગ 150થી 200 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જાલંધનની એક ઈમિગ્રેશન કન્સલ્ટેશન એજેન્સીએ કથિત રીતે તેમની સાથે છેતરપીંડી કરી છે અને તેમણે જ  આ બનાવટી દસ્તાવેજો ઉપલબ્લ કરાવ્યા છે. બીજી ઍજેન્સીનો પણ આમા હાથ છે કે નહીં તે હજી બહાર આવ્યું નથી.

અંદરની વાત મુજબ વિદેશમાં જઈને ભણીને ત્યાં સેટલ થવા માગતા લોકો સાથે છેતરપીંડી કરનારી અનેક એજેન્સી છે, જેમાં જલંધરની એજેન્સીએ ભારી ભરકમ ફી પર બનાવટી એડમિશન લેટર આપ્યા હતા અને દસ્તાવેજોને આધારે પર તેમના વીઝા એપ્લિકેશન જમા થઈને તેમને વીઝા મળ્યા હતા.

જોકે થોડા મહિના પહેલા જ તપાસ દરમિયાન કેનેડામાં ભાંડો ફૂટ્યો હતો અને પૂરો મામલો પ્રકાશમાં આવતા હવે આવા વિદ્યાર્થીઓને પાછા દેશમાં મોકલી આપવામાં આવે એવી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel

પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો

Hina Vaja

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth
GSTV