GSTV
India News ટોપ સ્ટોરી

મિશન બંગાળ/ નંદીગ્રામમાં શુવેન્દુ અધિકારીની જીત અને મમતા બેનર્જીની હાર શા માટે છે જરૂરી? આ છે મોટુ કારણ

મમતા

પશ્વિમ બંગાળની સત્તા હાંસેલ કરીને પોતાની હકુમત જમાવવી ભલે ભાજપ સરકારનો હેતુ અને વોટોની લડાઇ હોય પરંતુ શુવેન્દુ અધિકારી માટે બિલકુલ નથી. તેની સામે અનેક પડકારો છે. તૃણમૂલ સરકારમાં ઘણા મહત્વપૂર્ણ પદો પર રહેલા પૂર્વ મંત્રી શુવેન્દુ માટે આ લડાઇ ઘણા અંશે વ્યક્તિગત પણ છે.

શુવેન્દુ

ભાજપ નંદીગ્રામમાં જીત હાંસેલ નહી કરી શકે તો?

ભાજપની ટિકિટ પર નંદીગ્રામમાં તૃણમૂલના પૂર્વ ધારાસભ્યની જીત એક પડકાર છે પરંતુ જો ભાજપ નંદીગ્રામમાં સમગ્ર જીત હાંસેલ નહી કરી શકે તો નિશ્વિત જ શિવેન્દુ પોતાની જૂની પાર્ટીને રાજકીય જવાબ નહી આપી શકે. આ જ કારણ છે કે બંગાળમાં આજે સૌકોઇની નજર નંદીગ્રામની સીટ પર છે.

શુવેન્દુ

મોદી બ્રિગેડમાં શુવેન્દુનું મહત્વનું સ્થાન

19 ડિસેમ્બરે મિદનાપુરમાં અમિત શાહના હાથે પદ્મ ધ્વજ લીધા બાદ ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ તેના પર ભરોસો કરવાનું શરૂ કર્યુ હતુ. તે જ દિવસે અમિત શાહ કલકત્તા અને ન્યૂટાઇનની હોટલોમાં વોટિંગ યોજનાને લઇને સંગઠનાત્મક બેઠકમાં સામેલ થયા. પછી તે કલકત્તા હોય કે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિગેડની રેલીની તૈયારી હોય કે જેપી નડ્ડાના નિવાસ પર મહત્વપૂર્ણ ચર્ચા, ઉમેદવારોની યાદીને અંતિમ રૂપ આપવા માટે શુવેન્દુને પણ મહત્વપૂર્ણ સ્થાન મળ્યુ. ત્યાં સુધી કે તેમને અભિયાનમાં પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના ચહેરો રૂપે રજૂ કરવામાં આવ્યા છે, તેથી તેમને ભાજપના રાજ્ય અથવા કેન્દ્રીય નેતૃત્વથી ઘણી આશા છે.

શુવેન્દુ

‘દાદા મુખ્યમંત્રી’ની માંગ

ફક્ત ભાજપ જ નહી પરંતુ તેમના સમર્થકોને પણ તેમનાથી ઘણી આશાઓ છે. તેમના સમર્થકો શુવેન્દુને બંગાળી રાજનીતિમાં ‘દાદા’ કહે છે. એટલે કે આ ચૂંટણીમાં મોટા પાયે તેમના સમર્થક તેમનું રાજનીતિક ભવિષ્ય જોઇ રહ્યાં છે. જે લોકો શુવેન્દુનો હાથ પકડીને ભાજપમાં સામેલ થયા તે આજે આવનારા પરિણામોની રાહ જોઇ રહ્યાં છે. જો કે શુવેન્દુએ ક્યારેય કંઇ નથી કહ્યું પરંતુ તેમના સમર્થકો વચ્ચે ચર્ચાની બજાર ગરમ છે કે જીત થવા પર ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કોને રાજ્યનો મુખ્યમંત્રી બનાવવામાં આવશે. આ ‘બંગાળના દિકરા’ને લઇને ઘણા ક્યાસ પણ લગાવવામાં આવી રહ્યાં છે. શુવેન્દુના ઘણા સમર્થકો પણ ‘દાદા મુખ્યમંત્રી’ની માંગ કરી રહ્યાં છે. એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે જો તેઓ નંદીગ્રામની બેઠક પર વીજયી થાય તો તેમને રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવવાનું મોટુ ઇનામ મળશે.

Read Also

Related posts

Breaking / મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ, ઉદ્ધવા ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું

Zainul Ansari

મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું

Zainul Ansari

મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી

Zainul Ansari
GSTV