GSTV

રૂપાણીને કેમ રાજકોટમાં નવા ડેપોના લોકાર્પણની છે ઉતાવળ, 54 કરોડનું આંધણ પણ હાલમાં ચાલુ નહીં થાય

રાજકોટમાં છેલ્લા બે વર્ષથી ઢેબર રોડ ઉપર એસટી ડેપોના નવીની કરણનું જે કામ ચાલી રહ્યું છે તે કામ પાછળ રૂા ૫૪ કરોડનું આંધણ કરવામાં આવ્યા પછી તા.૨૫નાં રાજયના મુખ્યમંત્રના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત એસટી ડેપોનું લોકાર્પણ થઈ જશે પરંતુ એસટી બસના પરીવહનની કામગીરી હજુ ચાલુ નહી થાય સંભવતઃ એકાદ મહિન ાપછી આ નવનિર્મતિ એસટી બસોમાં બસોનું આવન જાવન શકય બનશે તેવી વિગતો આજરોજ એસટી નિગમના અધિકારી સુત્રોએ જાહેર કરી  હતી.

  • 54 કરોડનું આંધણ કર્યા પછી મુસાફરો માટે નવા બસયાર્ડની સુવિધા હજુ અનિશ્ચિત
  • ઢેબર રોડ ઉપર 14 પ્લેટફોર્મના નવા એસટી ડેપોમાં સંપુર્ણ સ્થળાંતર શકય નથી
  • શાસ્ત્રી મેદાનમાં સૌરાષ્ટ્ર તરફથી અને ગુજરાત સાઈડની બસો નવા ડેપોમાંથી મહિના બાદ ચાલુ કરવા વિચારણાં

રાજકોટમાં એ સમગ્ર સૌરાષ્ટ્રમાં કેન્દ્ર સ્થાને આવેલું શહેર હોવાને લીધે અહી દરરોજ ૨૪૧૬ એસટી  બસોનું આવન જાવન રહે છે. રાજકોટ ડિવિઝનની ૬૦૦થી વધુ બસો હોવાથી દરરોજ હજુ આ એસટી ડેપોમાં મુસાફરો માટેની પુરતી સુવિધા ઉભી કરવાનું કામ બાકી છે તેથી તા.૨૫નાં લોકાર્પણ બાદ તુરત જ એસટી બસોનું આવન જાવન શકય નહી બને ક્રમશઃ એસટી ડેપોનું સ્થળાંતર કરવામાં આવશે. વધુમાં એક વિચાર એ પણ ચાલી રહ્યો છે કે શાસ્ત્રી મેદાનના એસટી ડેપોમાં સૌરાષ્ટ્ર તરફની એસટી  બસો ચાલુ રાખવી જયારે અમદાવાદ વડોદરા અને સુરત તરફની એસટી બસોનું સંચાલન નવા એસટી બસ ડેપોથી તરફથી કરવા માટેનું આયોજન થઈ રહ્યું છે. 

હજુ ભાવનગર રોડ ઉપર એસટી ડેપોની જે જગ્યા આવેલી છે ત્યાં એસટી ડેપો ઉભો કરવાની કાર્યવાહી માત્ર કાગળ ઉપર આગળ વધી રહી છે ટેન્ડર પ્રક્રિયા સિવાય બીજુ કોઈ કામ આગળ વધ્યું નથી. આ સ્થિતિમાં રાજકોટમાં હજારો મુસાફરો રાજકોટ આવે છે. આ મુસાફરોની મુશ્કેલીને ધ્યાને લઈને રાજકોટમાં ઢેબર રોડ ઉપર જે એસટી ડેપો ઉભો કરવામાં આવ્યો છે તેમાં ૧૪ પ્લેટફોર્મ ભા કરવામાં આવ્યા હોવાથી શાસ્ત્રી મેદાનમાં અત્યારે જે એસટી  બસોનું સંચાલન થાય તે તમામ એસટી બસોને નવા એસટી ડેપોમાંથી સંચાલન કરવું શકય નથી.


આ વિગતોના સમર્થનમાં એસટી નિગમના સુત્રોએ જણાવ્યું હત કે અત્યારે તા.૨૫નાં રાજકોટના ઢેબર રોડ ઉપર નવનિર્મિત એસટી ડેપોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે તા.૨૫નાં કરી દેવામાં આવશે. પરંતુ તા.૨૬થી એસટી બસોનું પરિવહન શરૂ થઈ નહી શકે વધુમાં સુત્રોએ જણાવ્યું હતું કે, ઢેબર રોડ  ઉપર નવનિર્મિત એસટી ડેપો માત્ર રાજકીય પ્રસિધ્ધિના પર્યાયરૂપ બની રહેશે. મુસાફરોને નવા એસટી ડેપોની સુવિધા મળતા હજુ વાર લાગશે.

READ ALSO

Related posts

સીએમ રૂપાણીએ કોના વિશે કહ્યું કે તેઓ ગાંડા જેવી પોસ્ટ ટ્વીટ કરે છે તેનો જવાબ આપવો જરૂરી નથી

Nilesh Jethva

સાઉથ અભિનેત્રી કાજલ બંધાશે લગ્નના તાંતણે, હલ્દી સેરેમનીના વીડિયોમાં ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી

Pravin Makwana

કચ્છ : 7 વર્ષીય બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ ગુજારી ગળુ દબાવી કરાઈ હત્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!