GSTV

ગણેશ ચતુર્થી 2021/ ગણપતિ બાપ્પાને શા કારણે આટલી પ્રિય છે દુર્વા, જાણો અર્પિત કરવાનો શું છે નિયમ

દુર્વા

Last Updated on September 10, 2021 by Bansari

ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે તમારી કોઈ પણ પૂજા અથવા વિધિ ત્યારે જ સફળ થાય છે જ્યારે તમે ગણેશજીના નામથી તે પૂજા શરૂ કરો. દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી પર ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમના માટે વ્રત રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ચતુર્થી પર ભગવાન ગણપતિનો જન્મ થયો હતો. આજે શુક્રવારે 10 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી છે.

આ સમય દરમિયાન ઘરમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવાની પરંપરા પણ છે. બાપ્પાના ભક્તો તેમની મૂર્તિને એવી માન્યતા સાથે ઘરમાં લાવે છે કે ગણપતિ તેમની તમામ મુશ્કેલીઓ દૂર કરશે. આ દરમિયાન, બાપ્પાના ભક્તો ગણપતિને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે વિશેષ પ્રાર્થના કરે છે. એવું કહેવામાં આવે છે કે ગણપતિની પૂજામાં દુર્વા એટલે કે દાભનું ખૂબ મહત્વ છે, તેથી જ્યાં સુધી ગણપતિ તમારા ઘરમાં સ્થાપિત છે, ત્યાં સુધી ચોક્કસપણે તેમને દુર્વા અર્પણ કરો. જાણો દુર્વા ચડાવવાના નિયમો અને તે ગણપતિને કેમ પ્રિય છે!

દુર્વા

દુર્વા અર્પણ કરવાના આ છે નિયમો

1- એવું માનવામાં આવે છે કે ગણપતિને 21 દુર્વા લઇને અર્પણ કરવી જોઈએ અને તેમને બે બેની જોડીમાં અર્પણ કરવા જોઈએ.

2- જ્યાં સુધી ગણપતિ તમારા ઘરે વિરાજમાન છે, તમારે તેને નિયમિતપણે દુર્વા ચડાવવી જોઈએ.

3- દુર્વા ઘાસ ચડાવવા માટે, તેને સ્વચ્છ જગ્યાએથી જ તોડો અને અર્પણ કરતા પહેલા જ તેને પાણીથી સારી રીતે ધોઈ લો.

4- દુર્વાની જોડી ચડાવતી વખતે, ગણપતિના 10 મંત્રોનો ઉચ્ચાર કરવો જોઈએ.

દુર્વા

દુર્વા ચડાવતી વખતે કરો આ મંત્રોનો જાપ

– ॐ गणाधिपाय नमः

– ॐ उमापुत्राय नमः

– ॐ विघ्ननाशनाय नमः

– ॐ विनायकाय नमः

– ॐ ईशपुत्राय नमः

– ॐ सर्वसिद्धिप्रदाय नमः

– ॐ एकदंताय नमः

– ॐ इभवक्त्राय नमः

– ॐ मूषकवाहनाय नमः

– ॐ कुमारगुरवे नमः

આ કારણે ગણેશજીને દુર્વા પ્રિય છે

દંતકથા અનુસાર, અનલાસૂર નામનો એક દૈત્ય હતો, જેણે દરેક જગ્યાએ હાહાકાર મચાવ્યો હતો. તે મનુષ્યો, દાનવો અને ઋષિઓને જીવતા જ ગળી જતો હતો. તેના આતંકને કારણે તમામ દેવી-દેવતાઓ પણ ખૂબ પરેશાન હતા. તે એટલો શક્તિશાળી હતો કે દેવતાઓની શક્તિ પણ તે રાક્ષસ સામે ઓછી પડવા લાગી. પછી બધા દેવો ભગવાન ગણેશના શરણે ગયા અને તેમને અનલાસૂરથી બચાવવા પ્રાર્થના કરી. અનલાસૂરનો અંત લાવવા માટે ભગવાન ગણેશે પણ તેને જીવતો ગળી લીધો હતો. અનલાસુરને ગળી ગયા બાદ ભગવાન ગણેશના પેટમાં ખૂબ જ બળતરા થવા લાગી. પછી તે બળતરાને શાંત કરવા માટે, કશ્યપ ઋષિએ 21 દુર્વા એકત્રિત કરી અને તેમનુ સમૂહ બનાવીને ખાવા માટે આપી. તેને ખાધા પછી, તેમના પેટમાં બળતરા ઓછી થઈ. ત્યારથી દુર્વા ગણપતિને ખૂબ પ્રિય બની અને તેમની પૂજા દરમિયાન 21 દુર્વા ચડાવવાની પરંપરા શરૂ થઈ.

Read Also

Related posts

AIC recruitment-2021 / એગ્રીક્લચરના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી મેળવવાની સોનેરી તક, આ ખાલી જગ્યાઓ માટે બહાર પાડી ભરતી

Zainul Ansari

Oranges benefits : ઇમ્યુનીટી વધારે, વજન ઘટાડે, શિયાળામાં નારંગી ખાવાના આ ફાયદાઓ તમને કરી દેશે આશ્ચર્યચકિત

Vishvesh Dave

આરોગ્ય/ જાણો સેવન કરતાં પહેલા શા માટે ઉકાળવું જોઇએ દૂધ, કાચુ પીવાથી શું થશે નુકસાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!