GSTV
India News Trending

આ શહેરમાં એવું તે શું બન્યું કે સ્મશાનમાં પીંજરૂં બનાવી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા

માણસ જીવતો હોય ત્યારે તેને સુરક્ષાની જરુર પડે છે પરંતુ મુત્યુ પછી તેના અસ્થિનું પણ રક્ષણ કરવાના દિવસો આવ્યા છે. આ ના માનવામાં આવે તેવી હકિકત છે. પંજાબના લુધિયાનાના શામનગરમાં આવેલા શાંતિવન સ્મશાનઘાટમાં ચોરીના ડરથી અંતિમ સંસ્કાર પછી અસ્થિઓ અને રાખને પણ તાળામાં રાખવામાં આવે છે. અંતિમક્રિયા થયા પછી મૃતકના સગા સંબંધીઓની હાજરીમાં જ પિંજરુ ઊભું કરીને તાળું મારવામાં આવે છે. 

સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે

એટલું જ નહી સ્મશાનઘાટ પર સીસી ટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. એટલું જ નહી તેની ચાવી સગા સંબંધીઓને આપી દેવામાં આવે છે. શાંતિવન પ્રબંધન કમિટીના જણાવ્યા મુજબ જયારે અસ્થિ ઠરી ના જાય ત્યાં સુધી ચાર થી પાંચ દિવસ સુધી તાળું લગાવવામાં આવે છે. આ અંગે સ્મશાન પ્રબંધન કમિટીના જણાવ્યા મુજબ અપરણીત અને ગર્ભવતી મહિલાઓના અગ્નિ સંસ્કાર પછી સગા સંબંધીઓ ખૂબજ કાળજી રાખે છે. કારણ કે આ અસ્થિઓનો ઉપયોગ તાંત્રિક ક્રિયા માટે કરવામાં આવતો હોવાથી તેની ચોરી થાય છે.

READ ALSO


Related posts

શિવસેનાના ચૂંટણી ચિહ્નને લઈને જંગ બન્યો તેજ, શિંદેના દાવા બાદ ઈલેક્શન કમિશને ઉદ્ધવ ઠાકરેને રજૂઆત માટે આપ્યો કાલ સુધીનો સમય

HARSHAD PATEL

વૈશ્વિક મંદી બાબતે IMFએ ચેતવણી આપી, 2023નું આર્થિક ભવિષ્ય અંધકારમય

HARSHAD PATEL

બાબા વેંગાની ભવિષ્યવાણી: સાંભળતા જ રોઇ પડી રશિયન સૈનિકની પત્ની

GSTV Web Desk
GSTV