GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

અયોધ્યાનો ઐતિહાસિક ચુકાદો શનિવારે જ શા માટે આપવામાં આવી રહ્યો છે? આ છે ખાસ કારણ

દેશના સૌથી ચર્ચિત તથા વિવાદિત અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે આજે એટલે કે 9 નવેમ્બર, શનિવારના રોજ સવારે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે.આ મામલે સુનાવણી પૂરી કર્યા બાદ દેશની સર્વોચ્ચ અદાલતે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારથી જ તે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના સેવા નિવૃત્ત થતાં પહેલાં આ મામલે ફેંસલો આવી જશે.

ન્યાયમૂર્તિ ગોગોઇ 17 નવેમ્બરે રિટાયર થઇ રહ્યાં છે. જો કે અદાલત કોઇપણ દિવસે બેસી થશે કે, મામલે સુનાવણી કરી શકે છે અને ચુકાદો આપી શકે છે પરંતુ તેમ છતાં 17 નવેમ્બરે રવિવાર છે અને સામાન્ય રીતે આટલા મોટા કેસમાં ચુકાદો રજાના દિવસે નથી આવતો. સાથે જ જે દિવસે ન્યાયાધીશ સેવાનિવૃત્ત થઇ રહ્યાં છે, તે દિવસે પણ મોટા કેસમાં સામાન્ય રીતે ચુકાદા આપવામાં નથી આવતાં. અગાઉ 16 નવેમ્બરે શનિવારે પણ રજાનો દિવસ છે.

તેવામાં ન્યાયમૂર્તિ રંજન ગોગોઇનો અંતિમ કાર્યદિવસ 15 નવેમ્બરે છે. તેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે અયોધ્યા મામલે ફેસલો ન્યાયમૂર્તિ ગોગોઇની અધ્યક્ષતા વાળી ખંડપીઠ 14 અથવા 15 નવેમ્બરે આપી શકે છે.

પરંતુ તેમાં પણ એક નવો વળાંક સામે આવ્યો. સામાન્ય રીતે કોર્ટ કોઇપણ ચુકાદો આપે તો તેને સંબંધિત કોઇ ટેક્નિકલ ગરબડ થાય તો આગામી દિવસે વાદી અથવા પ્રતિવાદીમાં કોઇપણ એકવાર ફરીથી અદાલતની શરણ લઇને આ ગરબડને દૂર કરવા અપીલ કરે છે. તેમાંથી એક કે બે દિવસ લાગે છે. આ મામલે 14-15 નવેમ્બરે ચુકાદાની સ્થિતિમાં આ એક-બે દિવસ ફરીથી 16-17 નવેમ્બરે જ આવ્યાં હોત.

તેમ છતાં, અદાલત કે સરકાર તરફથી કોઇ એવા સંકેત ન મળ્યાં કે અયોધ્યા મામલે ચુકાદો 14015 નવેમ્બર પહેલાં પણ આવી શકે છે.

તેવામાં અચાનક શુક્રવારે રાતે તેવી સૂચના આવે છે કે અયોધ્યા મામલે ચુકાદો શનિવારે સવારે 10.30 વાગ્યે આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ અચાનક એલાન ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાનો જ એક ભાગ છે કે આ ખૂબ જ સંવેદનશીલ, ભાવનાઓ અને આસ્થા સાથે જોડાયેલા મામલે અસામાજિક તત્વોને કોઇપણ પ્રકારની હિંસા ફેલાવવાની તક ન મળે. તેથી શુક્રવારની રાતે ઘોષણા કરવામાં આવી કે શનિવારની સવાર સુધી આ મામલે ચુકાદો આપી દેવામાં આવે.

દેશ અને અયોધ્યાના પ્રદેશ ઉત્તરપ્રદેશમાં સાંતિ માટે તેની પહેલાં આ જ રણનીતિ અંતર્ગત પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે. પ્રદેશ  અને કેન્દ્ર સરકારે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે.

Read Also

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

વિકાસ દુબે ફરિદાબાદની હોટલમાં છુપાયો હતો! પોલીસ દરોડામાં ગૈંગસ્ટરનો સાથી પકડાયો

Mansi Patel

સ્વાસ્થ મંત્રાલયનો દાવો, ભારતમાં દસ લાખની વસ્તી પર કોરોના સંક્રમણના કેસ અને મૃત્યુનું પ્રમાણ અન્ય દેશોની તુલનામાં ઓછુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!