GSTV
Home » News » આખરે એવું તો શું થયું 5 વર્ષોમાં કે નાનો ભાઈ પાછળ છૂટતો ગયો મોટા ભાઈથી? અંબાણી ભાઈઓની સફર

આખરે એવું તો શું થયું 5 વર્ષોમાં કે નાનો ભાઈ પાછળ છૂટતો ગયો મોટા ભાઈથી? અંબાણી ભાઈઓની સફર

હવે આ વાત કોઈનાથી છાની નથી રહી કે અનિલ અંબાણીએ જેલ જવાથી બચવામાં મોટા ભાઈ મુકેશ અંબાણીથી રૂ.550 કરોડની મદદ લેવી પડી.

તમારામાંથી જો કોઈને યાદ હોય તો આજથી 5 વર્ષ પહેલા અનિલ અંબાણી 49,000 કરોડ રૂપિયાની સંપત્તીના માલિક હતા પરંતુ હવે માત્ર રૂ.2100 કરોડની મિલકતો જ બચી છે.

તો બીજી બાજુ તેમના મોટા ભાઈ મુકેશ અંબાણીની મિલકતચો પાંચ વર્ષોમાં આશરે 1 લાખ 40 હજાર કરોડ રૂપિયાથી વધીને 3 લાખ 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

આખરે એવું તો શું થયું કે મોટા ભાઈના મુકાબલે નાના ભાઈ અનિલ પાછળ છૂટતા ગયા?

જો 5 વર્ષ પહેલાની વાત કરીએ તો, એ સમયે અનિલ અંબાણીની મિલકત 7 અરબ ડૉલર એટલે આશરે રૂ.49000 કરોડ રૂપિયા હતી. એ સમયે પણ તેમની ગણતરી દુનિયાના શ્રીમંત લોકોમાં થતી હતી. પરંતુ પછીથી તેઓ ચમક ખોતા ગયા.

શેરબજારમાં તેમની લિસ્ટેડ કંપનીઓના શેર પીટાવા લાગ્યા અને આ જ ચક્કરમાં તેમની મિલકતો ઓછી થતી ગઈ. 2019 આવતા આવતા તો 700 કરોડ ડૉલર માત્ર 30 ડૉલર બનીને રહી ગયા.

તો બીજી બાજુ તેમના મોટા ભાઈ મુકેશ અંબાણીનો ગ્રાફ પાંચ વર્ષોમાં વધતો ગયો અને એ પણ પૂરઝડપે. જિયો લૉન્ચ થયા પછી તો રીલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં ઉછાળો આવ્યો. 2014માં મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 20.7 અરબ ડૉલર હતી, જે હવે વધીને 52.9 ડૉલર થઈ ગઈ. એટલે કે અઢી ગણો વધારો થયો.

દુનિયાના શ્રીમંતોના ફોર્બ્સના લિસ્ટ પ્રમાણે, મુકેશ અંબાણી હાલ દુનિયાના 13મા નંબરના સૌથી પૈસાદાર વ્યક્તિ છે. તો તેમના ભાઈ અનિલ અંબાણી આ લિસ્ટમાં 1349મા નંબર પર છે.

છેલ્લા 5 વર્ષોમાં અનિલ અંબાણીની કંપનીઓના શેરના ભાવ પણ ઘટ્યા

  • રિલાયન્સ કેપિટલ- માર્ચ 2014માં શેરનો ભાવ 281 રૂપિયા, જ્યારે માર્ચ 2019માં 191 રૂપિયા
  • રિલાયન્સ ઈન્ફ્રા- માક્ચ 2014માં શેરનો ભાવ 362 રૂપિયા, જ્યારે માર્ચ 2019માં 137 રૂપિયા
  • રિલાયન્સ કમ્યુનિકેશન- માર્ચ 2014માં શેરનો ભાવ 113 રૂપિયા, જ્યારે માર્ચ 2019માં 4.84 રૂપિયા
  • રિલાયન્સ પાવર- માર્ચ 2014માં શેરનો ભાવ 61 રૂપિયા, જ્યારે માર્ચ 2019માં 11 રૂપિયા
  • રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ- માર્ચ 2014માં શેરનો ભાવ 34 રૂપિયા, જ્યારે માર્ચ 2019માં 10.6 રૂપિયા

જ્યારે કે અનિલ અંબાણી કોઈ પણ રીતે પોતાની સંપત્તિ વેચીને દેવું ચૂકાવવાના પ્રયાસોમાં હતા ત્યારે મુકેશ અંબાણી પોતાના જનાવેલા બિઝનેસની સાથે નવો બિઝનેસ સ્થાપિત કરવામાં લાગેલા હતા. રિલાયન્સ જિયો ઉપરાંત રિલાયન્સ રિટેલના બિઝનેસનો પણ તેમણે વિસ્તાર કર્યો.

વાત અનિલ અંબાણીની કરીએ તો રિલાયન્સ કમ્યુનિકેશન્સ એક સમયે ટેલિકૉમ સેક્ટરમાં ચમકતું નામ હતું. પરંતુ એક સમય બાદ આ કંપની દેવાની જાળમાં એવી ફસાતી ગઈ કે પછી બહાર ન આવી શકી.

જોવાની વાત તો એ છે કે જે ટેલિકૉમ બિઝનેસના કારણે અનિલ અંબાણી દેવામાં ફસાતા ગયા, તે જ ટેલિકૉમ સેક્ટરમાં પ્રવેશીને મુકેશ અંબાણીએ આ સેક્ટરમાં હલચલ મચાવી દીધી. અને આમ ને આમ બંને ભાઈઓની સંપત્તિઓમાં અંતર વધતું ચાલ્યું ગયું.

Related posts

લગ્નમાં ભોજનનો વ્યય કરતા પહેલા આ વાંચી લો… સરકાર કરી રહી છે પુરી તૈયારી, લાખોનો થશે ડંડ

Arohi

ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, કડાકા ભડાકા સાથે નદીઓમાં આવ્યા નવા નીર

Mayur

એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરતા વ્યક્તિના ઘરનું બિલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!