GSTV

હવે ભારતનાં રેલવે સ્ટેશન પર પણ ફેસ રેકગ્નિશનનો થશે ઉપયોગ, આ સ્ટેશન પર ટેસ્ટિંગ શરૂ

Last Updated on February 3, 2020 by Karan

ડિજિટલ ટેકનોલોજીથી આપણો ચહેરો ઓળખી લેતી ફેસ રેકગ્નિશન ટેકનોલોજી અત્યારે આખી ટેક દુનિયાનો ચર્ચાતો મુદ્દો છે. યુરોપિયન યુનિયન આ ટેકનોલોજીનો દુરુપયોગ ટાળી શકાય તેવા યોગ્ય નિયમો ઘડવા પૂરતો સમય મળે એ માટે જાહેરમાં આ ટેકનોલોજીના ઉપયોગ પર પાંચ વર્ષ પ્રતિબંધ મૂકવાનું વિચારે છે. ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ સુદ્ધાં તેને આવકારી રહ્યા છે.

રેલવેના આ નિર્ણયનો પ્રાયવસીની તરફદારો વિરોધ કરવા લાગ્યા

ત્યાં સમાચાર છે કે ભારતીય રેલવે મહત્ત્વના રેલવે સ્ટેશન્સ પર ગુનાખોરી નાથવા માટે ફેસ રેકગ્નિશન્સ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવાનું વિચારે છે. અત્યારે બેંગલુરુના સ્ટેશન પર તેનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે.

રેલવેના આ નિર્ણયનો પ્રાયવસીની તરફદારો વિરોધ કરવા લાગ્યા છે, પરંતુ આજના સમયમાં જાહેર સ્થળોએ સીસીટીવી સર્વેલન્સથી બચવું લગભગ અશક્ય બનવા લાગ્યું છે!

Related posts

Home Remedies/ તમને પણ થાય છે જમ્યા પછી પેટ ફૂલવાનું સમસ્યા ? અપનાઓ આ ઘરેલુ નુસ્ખા

Damini Patel

અરબ સાગરના ખજાના પર ચીન અને પાકિસ્તાનની મેલી નજર, શોધ કરતા કરતા ગુજરાતના તટ સુધી આવી ગયા, સર્વે શરૂ કર્યો

Pravin Makwana

ગદર-2/ 20 વર્ષ બાદ ફરી એક વાર તારા સિંહ અને સકીનાના લુકમાં દેખાયા સની દેઓલ અને અમીષા પટેલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!