GSTV
ANDAR NI VAT India News Trending

ઈરાનના વિમાનને ભારતીય વાયુદળે શા માટે તગેડી મૂક્યું?

દુશ્મન દોસ્તીનો હાથ લંબાવે તો પણ મનમાં ડર તો રહે જ. આવી જ ઘટના આજે ઘટી છે. ચીને એક ઉડાન ભરી અને વિમાન ઈરાનનું હતું. આ ફ્લાઈટ બાબતે સાવચેત કરનાર પાકિસ્તાન હતું. જો આ સ્થિતિમાં ભારતની ચિંતા વધે એ સ્વાભાવિક જ છે. એરફોર્સ સ્ક્રેબલિંગ દ્વારા ભારતે સ્થિતિ કાબુ કરી લીધી છે પણ પરિસ્થિતિ કટોકટીની જરૂર હતી.

ઈરાનના તેહરાનથી ઉડાન ભરી મહાન એરલાઈન્સનું વિમાન W581 મુસાફરોને લઈને ચીનના ગુઆંગઝૂમાં જઈ રહ્યું હતું. રસ્તાની વચ્ચે લાહોર એટીસી એટલે કે એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા વિમાનમાં બોમ્બ હોવાની માહિતી આપવામાં આવી હતી. હવે આ માહિતી જાહેર થતાં જ ખળભળાટ મચી ગયો છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

ત્રણેય દુશ્મનો વચ્ચે ભારત પીસાય નહીં આથી ભારતે તાત્કાલિક પગલાં લીધા અને ફ્લાઈટની દિશા બદલી એરફોર્સે ચીન સુધી તે ભારતીય સરહદની બહાર ન જાય ત્યાં સુધી તેની પર ચાંપતી નજર રાખી હતી. IAFનું કહેવું છે કે ફ્લાઈટ ભારતીય ક્ષેત્રમાં હતી ત્યારે તેની નજીકથી નજર રાખવામાં આવી હતી. આ સાથે નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસે આ અંગે જરૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ભારત વિશ્વની સેટેલાઈટ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ જશે, જાણો ભારતે એવી શું કરી કમાલ?

Akib Chhipa

CAAને લઈને મમતા બેનર્જીને શુભેન્દુ અધિકારીએ આપ્યો ખુલ્લો પડકાર, જાણો આખો મામલો

GSTV Web Desk

Phobia / જાણો માણસોમાં રહેલા 6 અજીબોગરીબ ફોબિયા વિશે, જે સામાન્ય લોકોના ડરથી છે બિલકુલ અલગ

GSTV Web Desk
GSTV