GSTV
Gujarat Government Advertisement

‘કંગનાને કેમ સમન્સ નથી પાઠવ્યું’ આ એક્ટ્રેસે એનસીબીની તપાસ પર ઉઠાવ્યા સવાલ

કંગના

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ સુશાંતસિંહ રાજપૂતની મૃત્યુ સંબંધિત કેસમાં બોલિવૂડ અભિનેત્રી દિપીકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રિત સિંહ સહિત કુલ સાત વ્યક્તિને નોટિસ ફટકારી છે. એનસીબીએ શુક્રવારે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. આ દરમિયાન અભિનેત્રી અને કોંગ્રેસની નેતા નગ્માએ કહ્યું કે એનસીબીએ કંગના રનૌતને કેમ સમન્સ નથી પાઠવ્યું?

નગ્માએ ઉઠાવ્યા આ સવાલ

અભિનેત્રી નગ્માએ સવાલ ઉઠાવ્યો કે એનસીબીએ કંગના રનૌતને કેમ સમન્સ ન આપ્યું? નગ્મા એમ પણ કહે છે કે કંગનાએ પોતે પણ કબૂલ્યું છે કે તે ડ્રગ્સ લેતી હતી. નગ્માએ એનસીબી પર આક્ષેપ કર્યો છે કે આ માહિતી મીડિયા સમક્ષ શેર કરીને એજન્સી બોલિવૂડ અભિનેત્રીઓની છબિને ખરાબ કરી રહી છે.

અભિનેત્રી દીપિકા પાદુકોણ અને કરિશ્માની 25મી સપ્ટેમ્બરે પૂછપરછ કરવામાં આવશે. થોડા દિવસો અગાઉ જ દીપિકા પાદુકોણની ચેટ વાયરલ થઈ હતી. 28 ઓક્ટોબર, 2017ના રોજ દીપિકા પાદુકોણ અને કરિશ્મા પ્રકાશ (દીપિકાની મેનેજર) વચ્ચેની વાતચીત વાયરલ થઈ હતી, જેમાં બંને ડ્રગ્સ અંગે વાત કરતા પકડાયા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કામનું/ ઝાયડસ કેડિલાએ કોરોનાની દવા Virafinની કિંમત કરી જાહેર, 7 દિવસની અંદર ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવનો દાવો

pratik shah

કોરોના/ 20 મેટ્રિક ટન ઓક્સિજન આ રાજ્યને આપવા માટે મોદી સરકારનો ગુજરાતને આદેશ, દર્દીઓના જીવ ખતરામાં

Dhruv Brahmbhatt

વેક્સિનની કિંમત મામલે બંગાળ અને કેન્દ્ર સરકાર આમને-સામને, ગુરૂવારે સુપ્રીમમાં સુનાવણી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!