કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુપ્રીમ કોર્ટને સોગંદ પર કહ્યું છે કે પ્રિંટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ખૂબ મર્યાદામાં રહીને કામ કરે છે’, પરંતુ ડિજિટલ મીડિયા ‘સંપૂર્ણપણે અનિયંત્રિત’ છે. સરકારે કહ્યું કે જો સર્વોચ્ચ અદાલત ઇલેક્ટ્રોનિક મીડિયા અને છાપાના માધ્યમો માટે માર્ગદર્શિકા જાહેર કરવાનું જરૂરી માને છે, તો વેબ-આધારિત ડિજિટલ મીડિયાથી તેની શરૂઆત થવી જોઈએ. કેન્દ્ર સરકારે સોગંદનામું સુદર્શન ટીવીના ‘બિન્દાસ બોલ’ કાર્યક્રમ વિરુદ્ધ દાખલ કરેલી અરજીમાં દાખલ કર્યું છે. સુદર્શન ટીવીના પ્રોમોએ દાવો કર્યો હતો કે ચેનલ મુસ્લિમોને સરકારી સેવાઓમાં ઘુસણખોરીના કથિત ષડયંત્રનો પર્દાફાશ કરશે.

પ્રથમ ડિજિટલ મીડિયાને નિયમન કરો
સર્વોચ્ચ અદાલત મીડિયાને નિયંત્રિત કરવાની સૂચનાઓ આપવાનો નિર્ણય લે છે, તો પહેલા ડિજિટલ મીડિયા માટે કરો. કારણ તેની પહોંચ ઝડપથી છે. WhatsApp, Twitter અને Facebook જેવી એપ્લિકેશનોને કારણે તેઓ વધુને વધુ વાયરલ થઈ રહ્યા છે. ટીવી છાપામાં એક વખત જ સમાચાર પ્રસારીત થાય છે. ડિજિટલ મીડિયા વ્યાપક વાચકો કે પ્રેક્ષકો સુધી પહોંચે છે.

પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા હદ નથી તોડતા
ડિજિટલ મીડિયાને સમાંતર મીડિયા તરીકે કેન્દ્ર ગણાવે છે. મુખ્ય પ્રવાહના માધ્યમોમાં યુટ્યુબ ચેનલ સાથે પ્રિંટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, ઓટીટી પ્લેટફોર્મ સાથે ડિજિટલ વેબ આધારિત ન્યૂઝ પ્લેટફોર્મ શામેલ હોવા જોઈએ. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા હદ નથી તોડતા પણ તેની તુલનામાં, વેબ આધારિત ડિજિટલ મીડિયા મોટા પ્રમાણમાં અનિયંત્રિત છે. ઇલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા માટે પહેલાથી જ કાયદા અને ન્યાયિક વ્યવસ્થા છે.

ડિજિટલ મીડિયાને નાના ફોન સિવાય કશું જ જોઇએ નહીં
પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાની માળખાકીય તુલનામાં ડિજિટલ મીડિયાને નાના ફોન સિવાય કશું જ જોઇએ નહીં. ડિજિટલ મીડિયા માત્ર ઇરાદાપૂર્વકની હિંસા દ્વારા જ નહીં પણ આતંકવાદને ભડકાવીને પણ નફરત ફેલાવીને વ્યક્તિ અથવા સંસ્થાની છબીને દૂષિત કરવામાં સક્ષમ છે. આ ક્રમ ખૂબ વધારે છે. કોર્ટે આ કેસમાં માર્ગદર્શિકાઓનો વ્યાપ વધારવો નહીં અને વિધાનસભાની મુનસફી પર છોડી દેવો જોઈએ. સોગંદનામા મુજબ, ભારતમાં લગભગ 385 નિયમિત ન્યૂઝ ચેનલો છે કે જેનું કેન્દ્ર સરકારની અપલિંકિંગ ડાઉનલિંકિંગ નીતિ માર્ગદર્શિકા હેઠળ લાઇસેંસ છે અથવા નોંધાયેલ છે.
ડિજિટલ મીડિયા પરના કોઈ પ્રકારનાં નિયમન તરફનું લાઇસન્સિંગ એ પ્રથમ પગલું હશે
ડિજિટલ મીડિયા પરના કોઈ પ્રકારનાં નિયમન તરફનું લાઇસન્સિંગ એ પ્રથમ પગલું હશે. ડિજિટલ મીડિયા એ જાહેર સંદેશાવ્યવહારનું એકમાત્ર માધ્યમ છે જે લાઇસન્સ વિના કાર્યરત છે. તે એક ખૂબ અસરકારક માધ્યમ પણ બની ગયું છે. સોશિયલ મીડિયા અને વેબસાઇટ્સથી લઈને વ્યક્તિગત બ્લોગ્સ સુધી વિવિધ પ્રકારના મીડિયા શામેલ છે. શું નાગરિકનો બ્લોગ અથવા ટ્વીટ, જેવા ડીજીટલ માધ્યમોને લાઇસન્સ લેવા જોઈએ એવું સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કરેલા સોગંદનામાં પરથી સ્પષ્ટ થાય છે. ડિજિટલ મીડિયાનું આવું અર્થઘટન અભિવ્યક્તિની સ્વતંત્રતાને અવરોધે છે.
ગૂગલ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ જેવા માધ્યમો પર નિર્ભર રહેવું પડે
ડિજિટલ મીડિયાને ગૂગલ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ જેવા માધ્યમો પર નિર્ભર રહેવું પડે છે. જે મીડિયા સાથે સંકળાયેલા લોકો દ્વારા નિયંત્રિત નથી. એક અલગ ચર્ચા છે. મીડિયાની સ્વતંત્રતાની ચર્ચામાં આ માધ્યમોને ભેળવાની જરૂર નથી. માહિતી ટેકનોલોજી અંગે સંસદની સ્થાયી સમિતિ સોશિયલ મીડિયા કંપનીઓ સાથે આ પહેલેથી ચર્ચા કરી રહી છે. આ પ્લેટફોર્મ તેમની સામગ્રીની સત્યતાને પ્રમાણિત કરે અને નકલી સમાચારોને પ્રોત્સાહન ન આપે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ડિજિટલ સામગ્રી પર પણ માનહાનિ થાય, તો અલગ કાયદા બનાવવાનો અર્થ સમજણથી પર
ડિજિટલ મીડિયા પરની સામગ્રી તે જ કાયદાઓને આધિન છે જે પ્રિન્ટ અથવા ઇલેક્ટ્રોનિક મીડિયાને લાગુ પડે છે. ઉદાહરણ તરીકે, જો ડિજિટલ સામગ્રી પર પણ માનહાનિ થાય, તો અલગ કાયદા બનાવવાનો અર્થ સમજણથી પરેય છે. ટીવી, રેડિયો અને છાપા પોતે પોતાની સામગ્રી વેબસાઈટ પર મૂકે છે. ડિજિટલ મીડિયા પર તે જ સમાચારો મૂકે છે. હવે જો ડિજિટલ મીડિયા માટે અલગ નિયમન આવે છે, તો તે છાપા અને ટીવીના સમાચારો પર નિયમન કરવું બિનજરૂરી છે. આમ મોદી સરકાર સોશિયલ મિડિયા પર કાબુ મેળવવા સર્વોચ્ચ અદાલતમાં આ મુ્દ્દા રજૂ કર્યા છે. તે તમામ લોકો માટે ચિંતા પેદા કરે છે.
READ ALSO
- PM Kisan: હવે ઘરે બેઠા આ રીતે જોઈ શકશો કોને મળ્યો 2 હજારનો હપ્તો? અહીંયા જુઓ ખેડૂતોની યાદી
- Google Maps દ્વારા સીધુ તમારા ફ્રેન્ડને મોકલો લાઇવ લોકેશન, અહીં જાણો ટ્રિક
- ખુલાસો/ લોકડાઉનમાં અરબપતિઓની સંપત્તિ અધધધ વધી, ગરીબોને પડ્યા ખાવાના પણ ફાંફા, જાણો શું કહે છે આંકડા
- તેજી સાથે આગળ વધી રહી છે દેશની અર્થવ્યવસ્થા, સરકાર અને RBIએ નિભાવી મહત્વની ભૂમિકા
- Instagramમાં કોઈ પણ રોકાણ કર્યા વગર કરો લાખોની કમાણી, જાણી લો કેવી રીતે કરશો ઉપયોગ