GSTV
Home » News » ગુનેગારોને ટિકિટ કેમ આપી ?: રાજકીય પક્ષોએ કારણો આપવા પડશે

ગુનેગારોને ટિકિટ કેમ આપી ?: રાજકીય પક્ષોએ કારણો આપવા પડશે

રાજકારણમાં ક્રિમિનલ છબી ધરાવતા લોકોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ ગંભીર પરિસ્થિતી અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. આથી જ સુપ્રીમ કોર્ટે ગુરૂવારે બધા જ રાજકીય પક્ષોને નિર્દેશ આપ્યા છે કે તે પોતાની વેબસાઈટ પર ગુનાઈત ઉમેદવારોની માહિતી જાહેર કરે. એટલું જ નહીં રાજકીય પક્ષોએ આ માહિતીમાં ઉમેદવાર પર નોંધાયેલા બધા ગુનાઈત કેસ, ટ્રાયલ અને ઉમેદવારની પસંદગીનું કારણ પણ જણાવવું પડશે. એટલે કે રાજકીય પક્ષોએ એ પણ જણાવવું પડશે કે તેમણે એક ક્રિમિનલને ઉમેદવાર કેમ બનાવ્યો છે.

ન્યાયાધીશ રોહિન્ટન ફલી નરિમાનની અધ્યક્ષપદે એક ખંડપીઠે ગુરૂવારે જણાવ્યું હતું કે પેન્ડિંગ ક્રિમિનલ કેસોની માહિતી સાથે ઉમેદવારની પસંદગીના કારણો ક્વોલિફિકેશન અને મેરીટ સાથે સુસંગત હોવા જોઈએ. તે માત્ર વિજય મેળવવાની સંભાવનાઓ પુરતા મર્યાદિત હોવા જોઈએ નહીં. બેન્ચે ગુરૂવારે કોર્ટની અવમાનના સંદર્ભની એક અરજી પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો હતો. ભાજપના નેતા અને અરજદાર અશ્વિની ઉપાધ્યાયે એક અરજી કરતાં કહ્યું હતું કે ઉમેદવારો દ્વારા તેમની સામેના પેન્ડિંગ ક્રિમિનલ કેસો જાહેર કરવા સંબંિધત સપ્ટેમ્બર 2018ના સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ થતો નથી, જે કોર્ટની અવમાનના છે.

બેન્ચે ગુરૂવારે આપેલા ચૂકાદા મુજબ બધા જ રાજકીય પક્ષોએ ઉમેદવાર જાહેર કર્યાના 72 કલાકની અંદર ચૂંટણી પંચને પણ તેની માહિતી આપવી પડશે. રાજકીય પક્ષો આ નિર્દેશોનું પાલન ન કરે તો ચૂંટણી પંચે આ બાબત સર્વોચ્ચ અદાલતના ધ્યાનમાં લાવવાની રહેશે. સાથે જ જાહેર કરવામાં આવેલા ગુનાઈત ઉમેદવારની માહિતી ફેસબૂક અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયા, અને એક સૃથાનિક અખબાર તથા એક રાષ્ટ્રીય અખબારમાં પણ પ્રકાશિત કરાવવી પડશે.

આ આદેશ આપતાં બેન્ચે જણાવ્યું હતું કે છેલ્લી ચાર લોકસભા ચૂંટણી પરથી સ્પષ્ટ થાય છે કે રાજકારણમાં ગુનાઈત કેસો ધરાવતા લોકોનું પ્રમાણ ચેતવણીના સ્તરે વધી ગયું છે. આ અરજી દાખલ કરનારા વકીલ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે કોઈ પણ ઉમેદવાર અથવા રાજકીય પક્ષ આ નિર્દેશોનું પાલન નહીં કરે તો તેને અદાલતની અવમાનના માનવામાં આવશે. એટલે કે બધા ઉમેદવારોએ અખબારમાં તેની માહિતી આપવી પડશે.

અરજદાર વકીલ મુજબ કોઈ નેતા આૃથવા ઉમેદવાર વિરૂદ્ધ કોઈ કેસ નથી અને કોઈપણ એફઆઈઆર નોંધાયેલી ન હોય તો તેણે પણ તેની માહિતી આપવી પડશે. કોઈપણ નેતા સોશિયલ મીડિયા, અખબાર આૃથવા વેબસાઈટ પર આ બધી માહિતી નહીં આપે તો ચૂંટણી પંચ તેમના વિરૂદ્ધ પગલાં લઈ શકે છે અને સુપ્રીમ કોર્ટને પણ તેની માહિતી આપી શકે છે.

સપ્ટેમ્બર 2018માં પાંચ ન્યાયાધીશોની એક બેન્ચે સર્વાનુમતે ચૂકાદો આપ્યો હતો કે બધા જ ઉમેદવારોએ ચૂંટણી લડતા પહેલાં ચૂંટણી પંચને તેમની સામેના અનામત ક્રિમિનલ કેસોની માહિતી આપવી પડશે અને તેમની સામેના કેસો અંગે પ્રીન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા મારફત તેનો વ્યાપક સ્તરે પ્રચાર કરવો પડશે. ગુરૂવારે કોર્ટની અવમાનનાની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે કબૂલ્યું હતું કે સંસદમાં પેન્ડિંગ ક્રિમિનલ કેસો ધરાવતા સાંસદોની વધતી સંખ્યા ચિંતાજનક છે. આંકડાઓ મુજબ વર્તમાન સંસદમાં 43 ટકા ઉમેદવારો સામે ક્રિમિનલ કેસો ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકારણમાં ક્રિમિનલ છબી ધરાવતા નેતાઓનું પ્રમાણ વધી ગયું છે.

તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણી પરથી જ તેનો અંદાજ લગાવી શકાય છે. ચૂંટણી સુધારા માટે કામ કરનારી બીન-સરકારી સંસૃથા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના એક અહેવાલ મુજબ દિલ્હીમાં ચૂંટાયેલા 70માંથી 37 ધારાસભ્યો પર ગંભીર ગૂનાના કેસો નોંધાયેલા છે.

READ ALSO

Related posts

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva

ઉત્તરપ્રદેશમાં CAAના વિરોધ દરમિયાન હિંસા, ઈન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી

Nilesh Jethva

કેન્દ્ર સરકાર અને RSSએ રામ જન્મભૂમિની મર્યાદાને ખંડિત કરી છે: શંકરાચાર્ય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!