સામાન્ય બજેટ અને રેલવે બજેટ સસંદમાં અલગ-અલગ દિવસે રજૂ થતું હોય છે. મોદી સરકારે પહેલાના કાર્યકાળમાં નાણાંમંત્રી અરુણ જેટલીને 92 વર્ષ જૂની પ્રથા ખતમ કરી અને 2017થી રેલવે બજેટની ઘોષણા સામાન્ય બજેટમાં જ નાણાંમંત્રી કરવા લાગ્યા.

આ પહેલા રેલ મંત્રી સામાન્ય બજેટના એક દિવસ પહેલા રેલવે બજેટ સંસદમાં રજૂ કરતા હતા. સામાન્ય બજેટમાં રેલવે બજેટને જોડવા સાથે જ જેટલીએ બજેટ રજૂ કરવાની તારીખમાં પણ બદલાવ કર્યો. બજેટ હવે આશરે એક મહિના પહેલા 1 ફેબ્રુઆરીએ રજૂ થવા લાગ્યું છે.


આ સાથે ઇકોનોમિક સર્વેમાં પણ 31 જાન્યુઆરીને સમાવેશ કરવાની શરૂઆત થઈ ગઈ. બજેટ વહેલા રજૂ કરવા સાથે જ રેલવે અને સામાન્ય બજેટનું જોડાણ કરવાનો નિર્ણય સરકારે બજેટીય સુધારા હેતુ લીધો. અલગ રેલવે બજેટની પ્રથા 1924માં બ્રિટિશ શાસનમાં શરૂ થઈ હતી કેમકે સરકારની આવકનો એક મોટો હિસ્સો અને સકલ ઘરેલુ ઉત્પાદ (GDP) રેલવે દ્વારા અર્જિત આવક પર આધાર રાખે છે.

તે સમયે રેલવેથી પ્રાપ્ત આવક અનુપાતિક રૂપે વધુ હતી. રેલવેનું બજેટ કુલ કેન્દ્રીય બજેટના 80 ટકા વધુ રહેતું હતું. નીતિ આયોગે પણ સરકારને દાયકાઓ જૂની આ પરંપરાને ખતમ કરવાની સલાહ આપી. અનેક વિચાર-વિમર્શ બાદ અલગ-અલગ ઓથોરિટી સાથે મંથન કર્યા બાદ સરકારે રેલવે બજેટને સામાન્ય બજેટમાં સમાવેશ કરવાનો નિર્ણય લીધો.

જે એક વ્યવહારિક વિચાર હતો કેમકે યૂનિયન બજેટની સરખામણીએ હવે રેલવે બજેટનો હિસ્સો અનેકગણો ઓછો થયો છે. 2017માં વર્ષો જૂની પરંપરા તોડી નાણાં મંત્રી જેટલીએ કેન્દ્રીય અને રેલવે બજેટને એક સાથે રજૂ કર્યું.
Read Also
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ