GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

આટલું ખતરનાક છે ફાની વાવઝોડુ, તસવીરોમાં જુઓ આ પ્રચંડ ચક્રવાતનો પ્રભાવ

ફાની વાવાઝોડુ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં દસ્તક આપી ચુક્યુ છે. અહીંના તટીય વિસ્તારોમાં વરસાદની સાથે ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે 20 વર્ષમાં પહેલીવાર આટલુ ભયાનક વાવાઝોડુ ઓરિસ્સામાં આવ્યું છે. અહીં આશરે 11 લાખ લોકોને તટીય વિસ્તારમાંથી ખસેડી લેવામાં આવ્યાં છે.

ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMG) અનુસાર 1999ના સુપર સાયક્લોન બાદ ફાની વાવાઝોડુ એટલું ભીષણ સાબિત થઇ રહ્યું છે. અહીં હવા આશરે 200 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઇ રહ્યો છે. સમુદ્રમાં ઉંચી લહેરો ઉઠી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે અગાઉ 1999માં આવેલા સુપર સાયક્લોનમાં 270થી 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવા ફૂંકાઇ હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ફાની વાવાઝોડુ 4-6 કલાક સુધી ભીષણ રહેસે પછી ધીમે-ધીમે શાંત પડી જશે.

સાવચેતીના પગલા સ્વરૂપે એનડીઆરએફની 28, ઓરિસ્સા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેપિડ એક્શન ફોર્સના 20 યુનિટ અને ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટના 525 લોકોને રેસ્ક્યુ ઓપરેશન માટે તૈનાત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય વિભાગની 302 રેપિડ રેસ્પોન્સ ફોર્સ ટીમ તૈનાત કરવામાં આવી છે.

હવામાન વિભાગના પૂર્વ ડાયરેક્ટર શરત સાહુનું કહેવુ છે કે ફાની વાવાઝોડુ એટલા માટે પણ ખતરનાક માનવામાં આવી રહ્યું છે કારણ કે આ ચક્રાવાત બંગાળની ખાડીના ગરમ થવાના કારણે ઉઠી રહ્યું છે. અગાઉ 1893,1914,1917,1982 અને 1989માં પણ ગરમીમાં આવેલા વાવાઝોડાએ તબાહી મચાવી હતી.

Read Also

Related posts

આ યુવકથી ક્વોરન્ટાઇન સેન્ટરના વ્યવસ્થાપકો પરેશાન, આઠ લોકોનું ભોજન ઝાપટી જાય છે!

Bansari

JIO પ્લેટફોર્મ સાથે જોડાયા અનંત અંબાણી, 25 વર્ષની નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી

Ankita Trada

ચીન તરફથી વધી રહેલી તંગદીલી વચ્ચે અમેરિકા આ દેશમાં તૈનાત કરી રહ્યું છે સૈન્ય

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!