એક કહેવત છે કે વન વગડામાં ઝાડ પણ એકલું રહેજો નહી પરંતુ અમેરિકાના એક ગામમાં એક મહિલા વર્ષોથી એકલી રહે છે. એકલતા એવી માફક આવી ગઇ છે કે હવે એકલા હોવાનો અહેસાસ પણ થતો નથી. નેબ્રાસ્કા રાજયમાં મોનાવી નામનું ગામ આમ તો એક સમયે લોકોના આવન જાવનથી ધમધમતું હતું.

આખા ગામમાં વસે છે માત્ર એક મહિલા
હવે એક માત્ર એલ્સી આઇલર નામની મહિલા જ રહે છે. એલ્સીને 84 વર્ષ થયા હોવાથી જયારે તે હયાત નહી હોય ત્યારે ગામ ઉજજડ બની જવાનું છે પરંતુ એલ્સીને ગામ માટે વિશેષ લગાવ હોવાથી ગામને કોઇ ભૂતિયું ના કહે તે માટે પોતે જીવે છે ત્યાં સુધી રહેશે એવું નકકી કર્યું છે. આ ગામમાં સ્થાનિક તંત્ર દ્વારા વોટર સપ્લાય, વીજળી પુરવઠો આપવામાં આવે છે. કુલ મળીને વર્ષે ૩૫૦૦૦ હજારનો મેન્ટેનન્સ સહિતનો ખર્ચ થાય છે તે જાતે જ ઉઠાવવો પડે છે.

ગામ સાચવવા સરકાર આપે છે માતબર રકમ
એલ્સી મોનાવી ગામની એક માત્ર નાગરિક હોવાથી સરકાર ખર્ચ પેટે કેટલીક રકમ પણ આપે છે જેના ખર્ચનું આયોજન કરે છે. તેને નાણાનો કયાં ખર્ચ કરવો એ કોઇને પણ પુછવાનું હોતું નથી. ગામની સરપંચ, મેયર, આગેવાન કે કારકુન બધુ જ તે ખૂદ છે. જો કે મોનાવી ગામની આ પરીસ્થિતિ પહેલાથી જ આવી નથી. ૧૯૩૦માં અંદાજે ૧૫૦ લોકો રહેતા હતા. આ ગામ એક સમયે ૫૪ હેકટર વિસ્તારમાં ફેલાયેલું હતું. ધીમે ધીમે વસ્તી ઘટતી ગઇ અને ૧૯૮૦ સુધીમાં માત્ર ૧૮ લોકો બચ્યા હતા.

અનોખા ગામની લોકો કરે છે મુલાકાત
વર્ષ ૨૦૦૦નું આગમન થતા થતા તો માત્ર બે લોકો જ રહેતા હતા. આ બે લોકોમાં એલ્સી અને અને તેના પતિ રુડી આઇલરનો સમાવેશ થતો હતો. ૨૦૦૪માં પતિ રુડી આઇલરનું અવસાન થયા પછી સાવ એકલી રહી ગઇ છે. મોનાવી ગામમાં માત્ર એક જ વ્યકિત રહે છે એવું જાણીને સાંભળીને ઘણા લોકો આ અનોખા ગામની મુલાકાત લે છે. એલ્સીને મળીને તેના ખબર અંતર અને જરુરીયાત પુછે છે. એલ્સીને બહારના મુલાકાતીઓ આવે તે સારું લાગે છે પરંતુ કયારેક તે કંટાળી પણ જાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- તાલુકા પંચાયત રિઝલ્ટ/ ભાજપનો દબદબો જળવાયો, કોંગ્રેસે જિલ્લા અને નગર પંચાયતો ગુમાવી પણ તાલુકા લેવલે થોડી ટક્કર આપી
- મોટો સર્વે: ભારતમાં 37 ટકા મહિલાઓને પુરૂષોની સરખામણીએ મળે છે ઓછો પગાર, 10માંથી 7 મહિલાઓ કરે છે બાળકોની સારસંભાળ
- નગર પાલિકા રિઝલ્ટ/ કોંગ્રેસનો રકાસ, આ એક પાલિકામાં સમ ખાવા પૂરતી જીત, મોટાભાગની નગરપાલિકા કેસરિયે રંગાઇ
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 2015માં 23 સીટો જીતનારી કોંગ્રેસ 29 જિલ્લા પંચાયત પર ડબલ ડિજિટમાં પણ ન પહોંચી, 2માં મીંડુ મુકાવ્યું
- અરવલ્લી જિલ્લામાં પણ ભાજપનો દબદબો : ભિલોડાના કોંગી MLA ડૉ. અનિલ જોષીયારાના પુત્રનો કારમો પરાજય