GSTV
ANDAR NI VAT

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને અશોક ગેહલોતથી વાંધો કેમ છે?

અરવિંદ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સૌરાષ્ટ્રમાં કૉન્ગ્રેસને તૂટતી બચાવવા રાજકોટ આવે એ પહેલા જ તેમનો વિરોધ શરૂ થઈ ગયો હતો. આમ આદમી પાર્ટીએ રિક્ષામાં ‘ગો બેક રાજસ્થાન સીએમ’ના પોસ્ટર લગાવ્યા હતા.

અશોક ગેહલોત ચૂંટણી રણનીતિના માસ્ટર ખેલાડી છે. રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીમાં ધારાસભ્યોને નિયંત્રણમાં રાખીને ઝી ટીવીના માલિક સુભાષચંદ્રને પરાજિત કરી દીધા હતા. જે અણધાર્યું હતું. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કૉન્ગ્રેસે જબરદસ્ત ટક્કર આપી તેમાં અશોક ગેહલોતની ભૂમિકા હતી. અશોક ગેહલોતને જ્યારે પણ ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા ત્યારે ગુજરાતમાં કૉન્ગ્રેસનું પરફોર્મન્સ બહેતર બન્યું છે.

આમ આદમી પાર્ટીને ગુજરાતમાં કૉન્ગ્રેસના મત તોડવા છે. ભાજપના મત તોડી શકાય એવો તેમને વિશ્વાસ નથી. કૉન્ગ્રેસના મત તોડવામાં આપ માટે કોઈ બાધા રૂપ હોય તો તે એક માત્ર અશોક ગેહલોત છે. આથી જ આમ આદમી પાર્ટી ગેહલોતના રાજકોટ આગમનનો વિરોધ કરી રહી છે. અન્યથા કૉન્ગ્રેસના જે ધારાસભ્યો ભાજપમાં જોડાવાના છે તેમને રોકવાના પ્રયાસ કરવામાં આવે તેમાં આમ આદમી પાર્ટીને શું વિરોધ હોય? તેનો વિરોધ આ છે.

Related posts

જનનાયક જયપ્રકાશ નારાયણનું નામ વટાવી ખાવા માટે ભાજપ અને જેડીયુમાં હોડ જામી

HARSHAD PATEL

ભારત સાથેના સંબંધો વણસતાં અમેરિકાએ ફરીથી પાકિસ્તાનને છાવરવાનું શરૂ કર્યું

HARSHAD PATEL

આ રહ્યા અશોક ગેહલોતના ભાજપ કનેકશનના પુરાવા

Hemal Vegda
GSTV