GSTV
Home » News » ઓહો ચૂંટણી..! બંગાળની આ લોકસભા સીટ પર જામ્યો ફિલ્મી જંગ, જાણો કેમ?

ઓહો ચૂંટણી..! બંગાળની આ લોકસભા સીટ પર જામ્યો ફિલ્મી જંગ, જાણો કેમ?

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ એકદમ રસપ્રદ બની રહેશે. માત્ર સામાન્ય લોકો જ નહિં પરંતુ ફિલ્મ,ઉદ્યોગ કે રમત-ગમત જગતની હસ્તીઓ પોતાનું કિસ્મત અજમાવી રહ્યા છે. આજે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ભાજપ પ્રવેશ કર્યો તો પહેલા અનેક હસ્તીઓએ વિવિધ રાજકિય પક્ષોનાં હાથ પકડ્યો છે. જો કે દેશની 500 કરતા વધારે લોકસભા સીટમાં દરેક સીટને પોતાનો આગવો ઇતિહાસ છે. જો કે પશ્ચિમ બંગાળમાં આસનસો સીટ પરથી જબરદસ્ત ઉમેદવારો સામ-સામે ટકરાઇ રહ્યા છે.

ભાજપે પશ્વિમ બંગાળની આસનસોલ બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોને ફરીવાર ચૂંટણી મેદાનમા ઉતાર્યા છે.  આ બેઠક પરથી ટીએમસીએ ફિલ્મ અભિનેત્રી મુનમુન સેનને  ટિકિટિ આપી છે. મુનમુન સેન હાલમાં પશ્વિમ બંગાળની બાંકુરા બેઠક પરથી સાસંદ છે. જોકે, આ વખતે  મમતાએ મુનમુનસેનને આસનસોલથી ટિકિટ આપી છે. ત્યારે આસનસોલ બેઠક પરથી ફિલ્મી જંગ થવાનો છે. એક તરફ ગાયક બાબુલ સુપ્રિયો તો બીજી તરફ ફિલ્મ અભિનેત્રી મુનમુન સેન છે.

2014માં ટીએમસીએ બાબુલ સુપ્રિયો સામે ડોલા સેનને ચૂંટણી  મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, તેઓ બાબુલ સુપ્રિયો સામે હારી ગયા હતા. 2014માં બાબુલ સુપ્રિયોને 36 ટકા મત મળ્યા હતા. જ્યારે ડોલા સેનને 30.6 ટકા મત મળ્યા હતા. આ બેઠક પરથી કુલ 14 જેટલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા. જેમાથી બાબુલ સુપ્રિયોને આસનસોલ બેઠક પરથી જીત મળી હતી.

READ ALSO

Related posts

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur

ચંદ્રયાન-2 મિશનને હવે જુલાઈ સુધી કરવામાં આવ્યું સ્થગિત, આ છે કારણ

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi