દરેક વ્યક્તિ સામાન્ય રીતે દરરોજ ઘરમાં પોતાના ઇષ્ટદેવ સામે પૂજાપાઠ કરતા જ હોય છે. પરંતુ ઘરમાં આવેલા મંદિર સિવાય પણ એવા કેટલાક સ્થાન છે જ્યાં દીવો કરો શુભ માનવામાં આવે છે અને તેનું સકારાત્મક પરિણામ પણ મળે છે. આવું જ એક સ્થાને ઘરનો દરવાજો. ઘરના દરવાજા પર દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. અને તેનું પરિણામ પણ શુભ મળે છે. વધુમાં દક્ષિણ દિશાવાળા ઘર માટે વધુ ફાયદાકારક છે વધુમાં ઘરની આગળ દીવો પ્રગટાવવાથી અનેક સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે. આવો આ અંગે સવિસ્તાર જાણીયે

સાંજે દીવો કેટલા વાગ્યે પ્રગટાવવો જોઈએ ?
સાંજના સમયે સંધ્યા સમયે દીવો પ્રગટાવવો જોઈએ. એટલે કે સૂર્ય અસ્ત થઇ જાય અને પૂરેપૂરું અંધારું ના થાય તે સમય સૌથી બેસ્ટ હોય છે. હકીકતમાં જયારે બે સમય એક સાથે મળે છે તે સમય ઈશ્વરનો આવવાનો સમય છે. જેમ સવારે બ્રહ્મ મુહૂર્તમાં બે સમય એક સાથે મળે છે. આ સમયે દીવો પ્રગટાવવામાંથી મહાલક્ષ્મીને બોલાવવા માટે મદદ મળે છે. ઘરની આગળ દીવો પ્રગટાવવાથી જીવનમાં રહેલી તમામ નકારાત્મકતા અને ખરાબ આત્માઓને દૂર કરવામાં મદદ મળે છે.
પૈસાની તંગી દૂર થાય છે
ઘરના આગળના દરવાજા પર દીવો પ્રગટાવવાથી તમારા ઘરની આર્થિક તંગી દૂર થાય છે. ઉપરાંત, આમ કરવાથી સફળતાનો માર્ગ મોકળો થાય છે અને તમને જીવનમાં આગળ વધવામાં મદદ મળે છે. તો આજથી તમારા ઘરના આગળના દરવાજે એક દીવો ચોક્કસ પ્રગટાવો.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો