GSTV
Home » News » આખરે રસ્તાની ધાર પર અલગ-અલગ રંગના પથ્થર કેમ લાગેલા હોય છે?

આખરે રસ્તાની ધાર પર અલગ-અલગ રંગના પથ્થર કેમ લાગેલા હોય છે?

રસ્તા પર લાગેલા માઈલ સ્ટોન એટલે કે મીલ પથ્થરને તમે જોયા જ હશે, જેના પર જેતે જગ્યાનું નામ અને તેના કિલોમીટર લખેલા હોય છે. એ પથ્થરોની ઉપરની બાજુ પીળા, લીલા, કાળાં અને નારંગી જેવા રંગ હોય છે.

જ્યારે બધા પથ્થરોની નીચેની બાજુ સફેદ રંગ હોય છે, પરંતુ શું તમે જાણો છો આખરે માઈલ સ્ટોનના આ પથ્થર અલગ-અલગ રંગના કેમ હોય છે? તમે કોઈ હાઈવે અથવા ગામ પરથી પસાર થાવ છો તો આ રીતના પથ્થર જોવા મળશે.

જોકે તેના પર લખેલું અંતર અને તેના સિવાય બીજું ધ્યાન નથી આપતાં, પરંતુ તમને જણાવીએ કે અલગ-અલગ રંગના આ પથ્થર બહુ જ મહત્ત્વના હોય છે, મોટાભાગના લોકોને આની જાણ પણ હોતી નથી.

જો રસ્તા પર ચાલતી વખતે અથવા ડ્રાઈવ કરતી વખતે રોડની કિનાર પર પથ્થર જુઓ જેનો ઉપરનો ભાગ પીળા રંગનો હોય તો સમજી જાવ કે તમે નેશનલ હાઈવે અથવા રાષ્ટ્રીય રાજમાર્ગ પર જઈ રહ્યા છો.

જ્યારે તમે રસ્તા પર લીલા રંગના પથ્થર જોવા મળે તો સમજી જાવ કે તમે રાષ્ટ્રીય રાજમાર્ગ પર નહીં પણ રાજ્ય રાજમાર્ગ અથવા સ્ટેટ હાઈવે પર જઈ રહ્યા છો.

જ્યારે તમે રસ્તા પર કાળાં અથવા વાદળી રંગના પટ્ટા વાળો પથ્થર જોવા મળે તો સમજવું કે તમે કોઈ મોટા શહેર અથવા જિલ્લામાં આવી ગયા છો. રોડની ધારી પર તમને નારંગી રંગની પટ્ટી વાળા માઈલસ્ટોન મીલનો પથ્થર જોવા મળે તો સમજો કે તમે કોઈ ગામમાં અથવા ગામના રસ્તા પર છો.

Read Also

Related posts

VIRAL PIC: પાંચ ચિત્તાનાં ખતરનાક ચંગુલમાંથી ચિંકારાએ બચાવ્યો પોતાનો જીવ

pratik shah

OMG! 239 વર્ષ પહેલા આ ગ્રહની થઈ હતી શોધ, 42 વર્ષનો એક દિવસ…

pratik shah

આ અનોખા ફેસ્ટિવલ વિશે તમે નહીં જાણતા હોવ, આ વસ્તુ માટે નિર્વસ્ત્ર થઇને દોટ મૂકે છે હજારો લોકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!