દિલ્હીમાં નરેન્દ્ર મોદી વિરોધી પોસ્ટર લગાવવા બદલ પોલીસે 25 લોકોની ધરપકડ કરી એ મુદ્દે રાહુલ ગાંધી મેદાનમાં આવ્યા છે. રાહુલે દિલ્હીનાં લાગેલું પોસ્ટર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મૂકીને મોદી સરકારને પડકાર ફેંક્યો છે કે, મારી પણ ધરપકડ કરો. રાહુલે મૂકેલાં પોસ્ટરમાં લખાણ છે કે, મોદીજી, હમારે બચ્ચોં કી વેક્સિન કો વિદેશ ક્યોં ભેજ દિયા ?

રાહુલના સમર્થનમાં કોંગ્રેસના બીજા નેતા પણ ઉતરી પડયા.
અભિષેક મનુ સિંઘવી, જયરામ રમેશ, ચિદંબરમ સહિતના નેતાઓએ પણ આ ધરપકડની ટીકા કરતી પોસ્ટ લખી છે. જયરામ રમેશે તો એક કદમ આગળ વધીને અમિત શાહને સીધો પડકાર ફેંક્યો છે કે, હું મારા ઘર પર આ પોસ્ટર લગાવવાનો છું, દિલ્હી પોલીસ અને અમિત શાહ મારી પણ ધરપકડ કરે.
સોશિયલ મીડિયા પર પણ એરેસ્ટમી ટુ હેશ ટેગ ટ્રેન્ડ કરતું હતું
સોશિયલ મીડિયા પર પણ એરેસ્ટમી ટુ હેશ ટેગ ટ્રેન્ડ કરતું હતું. પોલીસે જેમની ધરપકડ કરી છે એ બધા રોજ કમાઈને રોજ ખાનારા મજૂરો છે. એવી ટીકા થઈ રહી છે કે, નિર્દોષોને પરેશાન કરવાને બદલે જેમણે પોસ્ટર બનાવ્યાં તેમને શોધો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
Read Also
- લાંબા સમય સુધી સૂર્યના કિરણોના સંપર્કમાં રહેવાથી ટેનિંગની સમસ્યા થઇ શકે છે, તેને દૂર કરવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
- સ્વાસ્થ્ય અને સંપત્તિનો ખજાનો માનવામાં આવતું આ રત્ન અદ્દભુત, જાણો તેને ધારણ કરવાની વિધિ
- ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકો વેચી ખાધી!, ફેક્ટ ફાઈડિંગ કમિટીના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ
- જમ્મુમાં 32 કરોડના ખર્ચે તિરુપતિ બાલાજી મંદિરનું નિર્માણ: આજે પહેલીવાર કપાટ ખુલશે
- રાત્રે સુતા પહેલા ફોલો કરો આ સ્કિન કેર રૂટિન, ત્વચા હાઈડ્રેટેડ રહેશે તેમજ ચહેરાને મળશે પ્રાકૃતિક સૌંદર્ય