GSTV
Home » News » ટીએમસીના મમતાની આ ઉમેદવાર શા માટે મોજા પહેરીને લોકો સાથે હાથ મિલાવતી હતી

ટીએમસીના મમતાની આ ઉમેદવાર શા માટે મોજા પહેરીને લોકો સાથે હાથ મિલાવતી હતી

લોકસભાની ચૂંટણીમાં અંતિમ તબકકાનું મતદાન પુરૂ થઇ ગયું છે અને હવે તમામની નજર તા.ર૩ મે ઉપર છે, પરિણામો પર છે. છેલ્લા તબકકામાં પ.બંગાળની ૯ બેઠકો પર મતદાન થયું હતું. મમતા બેનર્જીએ પોતાની પહેલી લોકસભાની ચૂંટણીમાં જાદવપુરની બેઠક પરથી સીપીઆઇએમના વરિષ્ઠ નેતા સોમનાથ ચેટર્જીને હરાવીને ધમાલ મચાવી હતી.આ બેઠકની કમાન ટીએમસીના વડા મમતાએ બંગાળી અભિનેત્રી મિમી ચકવર્તીને સોંપી છે.

આ અભિનેત્રી ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારો, લોકો સાથે હાથમાં મોજા પહેરી હાથ મિલાવતી નજરે ચડી હતી તેનું પણ એક ખાસ કારણ છે એ જાણવા જેવું છે. મિમી ચકવર્તી ટીવી સિરિયલ ગનેર ઓપારે સાથે જ ચર્ચામાં આવી હતી. તેણે ર૦૧રમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ટીવીથી લઇ અનેક ફિલ્મોમાં અલગ અલગ રોલ કરી પોતાને એક વિશ્વાસપાત્ર કલાકાર તરીકે સાબિત કરી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ સતત ટીએમસીના ઉમેદવાર મિમી  અને તેની ફિલ્મી છબિને લઇ હુમલા કરી રહયા છે. કેટલાક દિવસો પહેલા તેનો એક વિડીયો વાઇરલ થયો હતો.

View this post on Instagram

Last few days for jacket fashion ?

A post shared by Mimi (@mimichakraborty) on

જેમાં મિમી લોકો સાથે હાથ મિલાવતી નજરે ચડે છે.જો કે વિડીયોમાં હાથ મિલાવતી જણાય છે ત્યારે તેના હાથમાં મોજા પહેરેલા નજરે ચડે છે.ભાજપ આક્ષેપ કરી કહે છે કે આ રીતે હાથ મિલાવવા એ મતદારોનું અપમાન છે. જો કે મિમીની ટીમ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે પ્રચારના છેલ્લા કેટલાક સમયથી તેના હાથમાં નાખના નિશાન જોવા મળતા હતા અને ભીષણ ગરમીના લીધે તેના હાથ સૂજી ગયા હતા એટલા માટે તે મતદારો અને લોકો સાથે હાથ મિલાવતી વખતે પણ મોજા પહેરી રાખતી હતી.

તેનો એક બીજો વિડીયો વાઇરલ થયો છે. જેમાં તે પોતાના મતદારોને કહે છે કે હું તમારૂ કામ કરવા આવી છું. મિમીને ડાયરેકટર રાજ ચકવર્તી સાથે સંબંધ છે. અને તેના આ સંબંધોની અવાર નવાર ચર્ચા થતી રહે છે.

View this post on Instagram

Sunday ?

A post shared by Mimi (@mimichakraborty) on

જાદવપુરની બેઠક ટીએમસી માટે એટલા માટે મહત્વની છે કે સતત ત્રીજી વખત ટીએમસીએ આ બેઠક પર નવા ઉમેદવાર ઉભા રાખ્યા છે.પહેલા કબીર સુમન, બાદમાં શિક્ષણશાસ્ત્રી સુગાતો બોસ અને હવે અભિનેત્રી મિમી ચકવર્તી ઉતારી છે.આ વિસ્તારમાં મોટી વસ્તી શહેરી લોકોની છે એટલે ટીએમસીને આશા છે કે તે યુવાન મતદારોને આકર્ષી શકશે. હવે જોવું એ રહયું કે મિમી ચકવર્તી લોકસભા સુધી પહોંચી શકે છે કે કેમ?

READ ALSO

Related posts

રાજ્યસભામાં અમિત શાહે NCR બિલ રજૂ કરતાં કહ્યું ‘કોઈ અલ્પસંખ્યકોને ચિંતા કરવાની જરૂર નથી’

pratik shah

માલ્યાની મુસીબતમાં વધારો, દેવાળિયા જાહેર કરવા 12 બેંકોની લંડન કોર્ટમાં અરજી

pratik shah

આવતા મહિનાથી લાખો લોકો નહી યુઝ કરી શકે Whatsapp, આ સ્માર્ટફોન્સમાં નહી કરે સપોર્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!