GSTV
Home » News » દક્ષિણ ગુજરાતના સૌથી મોટા પાક શેરડી બની ખોટનો ધંધો : 9 જિલ્લામાં વાવણી થઈ ગઈ બંધ, નર્મદાનો ન થયો ફાયદો

દક્ષિણ ગુજરાતના સૌથી મોટા પાક શેરડી બની ખોટનો ધંધો : 9 જિલ્લામાં વાવણી થઈ ગઈ બંધ, નર્મદાનો ન થયો ફાયદો

ગુજરાતમાં ભાજપની સ્થિર સરકાર 2001થી આવી ત્યારથી શેરડી પકવતો વિસ્તાર ઘટી ગયો છે. મીઠી મધ શેરડીનું શેરડીના ઉત્પાદનમાં નર્મદા બંધનો કોઈ ફાયદો મળ્યો નથી. 2001માં શેરડીનું ઉત્પાદન 1269500 મેટ્રીક ટન હતું. 2017માં શેરડીનું ઉત્પાદન 12025300 મેટ્રિક ટન હતું. નર્મદા બંધનું પાણી 18 વર્ષથી આવતું થયું છે ત્યારથી તેનો કોઈ ફાયદો ખેતરોને થયો નથી. જ્યાં નર્મદાનું પાણી મળે છે ત્યાં શેરડીનું વાવેતર બંધ થઈ ગયું છે. 

તાપી,  નવસારી, સુરત, ભરૂચ અને વડોદરામાં ઉત્પાદન ઘટ્યું

ગુજરાતમાં મોદી સરકાર આવી ત્યારે 17 જિલ્લામાં શેરડીનું ઉત્પાદન થતું હતું. હવે 9 જિલ્લા શેરડીનું વાવેતર ખેડૂતોએ સદંતર બંધ કરી દીધું છે. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, જામનગર, ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, ખેડા, અમદાવાદનો સમાવેશ થાય છે. માત્ર ડાંગ, વલસાડ, નર્મદા જિલ્લામાં ઉત્પાદન વધ્યું છે, જ્યાં નર્મદા નહેરના પાણી પહોંચતા નથી.  તાપી,  નવસારી, સુરત, ભરૂચ અને વડોદરામાં ઉત્પાદન ઘટ્યું છે. ભારતમાં ખાંડના ઉત્પાદનમાં બીજા ક્રમે મહારાષ્ટ્ર છે. દેશમાં હાલ 534 સુગર મિલો આવેલી છે. શેરડીના સાઠાંમાંથી માંડ 10 ટકા ખાંડ બને છે.

ગુજરાતમાં એકાદ કરોડ મેટ્રિક ટન શેરડીનું પિલાણ

અનુસૂચિત જનજાતિનાં ખેડૂતો માટે શેરડી વાવેતર માટે કૂલ 10 હજારની સહાય આપવામાં આવે છે. તેમ છતાં એક વર્ષમાં શેરડીનું વાવેતર વધ્યું નથી. સરકાર દ્વારા માઇક્રો ઇરીગેશનને પ્રાધાન્ય આપીને ડ્રીપ ઇરીગેશન માટે 95 ટકાની સહાય રાજ્ય સરકાર આપી રહી છે. છતાં સૌરાષ્ટ્ર કે અન્ય વિસ્તારોમાં ખેડૂતોએ શેરડીનું વાવેતર વધારવાના બદલે ઘટાડી દીધું છે.  ગુજરાત રાજ્યે ખાંડના ઉત્પાદનમાં રાજ્ય સરકારે ખાંડના ઉત્પાદનમાં સહકારી પ્રવૃત્તિને જ પ્રાધાન્ય આપ્યું છે. ખાનગી ક્ષેત્રને ગુજરાતીએ ક્યારેય સ્વીકાર કર્યો નથી. ગુજરાતમાં એકાદ કરોડ મેટ્રિક ટન શેરડીનું પિલાણ થાય છે અને દસ લાખ મેટ્રિક ટન ખાંડ બને છે.

નર્મદાની નહેરે ન કરાવ્યો ફાયદો

ગુજરાતની બારડોલીની સુગર મીલ એશિયાની સૌથી મોટી મીલ છે. દક્ષિણ ગુજરાતના ઉકાઈ બંધના કારણે શેરડી ટકી રહી છે. પણ નર્મદાની નહેર જ્યાં વહે છે ત્યાં શેરડી પાકતી બંધ થઈ ગઈ છે. તેનો મતલબ એ થયો કે નર્મદાનું પાણી ખેડૂતો સુધી પહોંચ્યું નથી.  દક્ષિણ ગુજરાતમાં ખાંડની મીલ વધુ છે. ખેડૂતોને વેચાણ ભાવ વધુ મળી રહ્યા છે. ગણદેવીની સુગર મીલની 3260 એફ.આર.સી. સામે 3630 પ્રતિ મેટ્રિક ટન વેચાણ ભાવ તથા બારડોલીની મીલને 2705 એફ.આર.સી. સામે 3302 એફ.આર.સી. મળે છે. ખેડૂતોએ મહેનત કરી શેરડીનું ઉત્પાદન પ્રતિ એકર 30-35 ટનથી વધારી 45-50 ટન સુધી પહોંચાડ્યું છે. એસોસિએશન ખેડૂતોનું આ ઉત્પાદન 100 ટન પ્રતિ એકર થાય તે માટે પ્રયાસ થઈ રહ્યાં છે. 

સરકારના દાવાથી વાસ્તવિકતા સાવ જુદી

રાજ્ય સરકાર વિકાસનો દાવો કરી રહી છે. પણ વાસ્તવિકતા તો સાવ જુદી જોવા મળી રહી છે. દેશના 3 ટકા જમીન એટલે 1.8 લાખ હેક્ટરમાં શેરડી ગુજરાત પકવે છે. નવસારી, વલસાડ, ભરૂચ, જૂનાગઢમાં સૌથી વધારે શેરડી પાકે છે. 95 લાખ ટન શેરડી પકવીને ગુજરાત 7માં નંબરનું રાજ્ય સમગ્ર દેશમાં છે. સૌરાષ્ટ્ર ઝોનમાં છ ખાંડ ફેકટરી હતી જે પૈકી ધોરાજી, તળાજા અને ગાવડકા ફેકટરીઓ નામ શેષ થઇ ગઇ છે બાકી રહેતી તાલાળા-ઉના અને કોડીનાર ત્રણેય ખાંડ ફેકટરીઓ બંધ છે. ખાંડ ફેકટરીઓ બંધ થતાં માત્ર ગોળ જ બને છે. ગોળમાં મંદી રહે છે. દિવાળીના તહેવાર બાદ શરૂ કરેલા શેરડી પિલાણ સમયે નક્કી કરેલા લક્ષ્‍યાંક પૂર્ણ થઇ શક્યો નથી. બળેલી શેરડીનું પ્રમાણ વધી ગયું હતું. જેની સીધી અસર ખાંડના ઉત્પાદનમાં થઈ હતી. ખાંડની કિંમત 23% ઘટી હતી.

10 લાખ ટન શેરડીનું થશે ઉત્પાદન

ગુજરાતમાં ખાંડનો ભાવ પ્રતિ ક્વિંટલે 900 રૂપિયા એટલે કે 23 ટકા જેટલો ઘટ્યો હતો. ગુજરાત સરકારના અંદાજ પ્રમાણે આ વર્ષે 10 લાખ ટન ખાંડનું ઉત્પાદન થશે. ગયા વર્ષે 7 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. બારડોલી શુગર કૉ-ઓપરેટીવ મીલમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે શેરડીનું ઉત્પાદન વધુ થયું છે. 56 હજાર એકરમાં શેરડી પાકી છે. ખેડૂતોને પ્રતિ 100 કિલોએ 3,954 રૂપિયા ભાવ આપ્યો હતો. 2018માં વધુ ઉત્પાદન થતાં આ કિંમતમાં 700-800 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. 300 લાખ ટન ઉત્પાદન સામે 250 લાખ ટન શેરડી થઈ હતી.

શું થયું વીજ મથકનું?

ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ દ્વારા રૂ.2200 કરોડનો 450 મેગા વોટ વીજળીનો પ્લાંટ બગાસથી ચાલે તે માટે 2010માં જાહેરાત કરાઈ હતી. જેના હજુ કોઈ ઠેકાણા નથી. 2008-09માં 17 ખાંડ સહકારી ફેક્ટરી હતી. વર્ષે 94.07 લાખ ટન શેરડીનું પીલાણ થતું હતું. 09-10માં 1.30 કરોડ ટન શેરડીનું પિલાણ થયું હતું. 4 ટકા ઇથેનોલ જ ઇંધણમાં મિક્સ કરી શકાય છે. ઇથેનોલનું ઉત્પાદન વધે તો ખાંડ ઉદ્યોગની સાથે શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ ફાયદો થઈ શકે પણ કેન્દ્ર અને ગુજરાત સરકાર એવું કરતી નથી. તાલાળા પંથકમાં આ વર્ષ અંદાજે એક લાખ ટન શેરડીના પાક સાથે કોડીનાર અને ઉના તાલુકા સહિત ગિર સોમનાથ જિલ્લામાં ચારથી પાંચ લાખ ટન શેરડીનો પાક તૈયાર થવા અંદાજ હતો. 

ગોળનું ઓછું ઉત્પાદન

સૌરાષ્ટ્રમાં ગોળનું ઉત્પાદન અંદાજે 60 ટકા જેટલું ઘટવાનો અંદાજ બહાર આવ્યો છે. તાલાલા, કોડીનાર અને સુરત એમ કુલ મળીને માંડ માંડ 22-25 લાખ ડબા ગોળ બને છે. અગાઉના વર્ષમાં ઉત્પાદનનો આંકડો 60-65 લાખ ડબા જેટલો રહેતો હતો.  સોમનાથ જિલ્લામાં તાલાલા અને કોડીનાર વિસ્તારમાં આશરે 300 જેટલા કોલા શરું થતા હોય છે તેના સ્થાને ફક્ત 100થી 110 કોલા શરું થયા હતા. એ પણ ફેબ્રુઆરી સુધીમાં ઉત્પાદન બંધ કરી દે એમ છે. સુરત લાઇનમાં પણ સામાન્ય કરતા પચ્ચાસ ટકા કોલા શરું થયા છે. સામાન્ય રીતે સિઝન એપ્રિલ સુધી ચાલતી હોય છે. 2015-16માં ગુજરાતમાં 35 લાખ ડબાનો સ્ટોક થયો હતો. ગોળનો ભાવ જથ્થાબંધ બજારમાં પ્રતિ કિલો રૂ. 28-29માં મળે છે. 

Related posts

ઈજાગ્રસ્ત ખેલાડીને લઈને IPL 2020માં આવ્યો નવો નિયમ

pratik shah

ઓમ બિરલાએ યુરોપિયન સંસદના અધ્યક્ષને ભારતે બનાવેલા કાયદાને સન્માન આપવાની કરી ટકોર

Nilesh Jethva

જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!