GSTV
ANDAR NI VAT

વિપક્ષ તરફ ખસી રહેલા નીતીશકુમારે એકાએક ભાજપ તરફ યુટર્ન કેમ માર્યો?

નીતીશકુમાર અને ભાજપની કુંડળી છેલ્લા ઘણા સમયથી મળતી નથી. બંને સત્તામાં ભાગીદાર છે, પરંતુ એકબીજાને હાડોહાડ નફરત કરવા લાગ્યા છે. બિહારમાં ભાજપની મહત્ત્વાકાંક્ષા વધી ગઈ હોવાથી નીતીશને ભય સતાવી રહ્યો છે કે ઉંદર ફૂંક મારીને ખાય એમ ધીમે-ધીમે જેડીયુની સત્તા સમાપ્ત થતી જાય છે અને ભાજપનો વિસ્તાર થતો જઈ રહ્યો છે. આથી ચેતીને ચાલતા નીતીશકુમાર છેલ્લા ઘણા સમયથી વિપક્ષ તરફ ઢળતા જાય છે.

બીજેપી

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીતીશ વિપક્ષના ઉમેદવારનું સમર્થન કરશે એવું મનાતું હતું, પરંતુ તેમણે ભાજપે ઘોષિત કરેલા ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપ્યું છે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન ઉર્ફ લલ્લનસિંહે કહ્યું કે, નીતીશ મહિલા સશક્તિકરણના હિમાયતી છે. સમાજના શોષિત વર્ગને સમર્પિત રહ્યા છે.

જોકે આ માત્ર કહેવાની વાત છે. નીતીશ ખરેખર શોષિતોના સમર્થક રહ્યા છે તો 2017ની રાજ્યસભા ચૂંટણીમાં દલિત ઉમેદવાર મીરાકુમારીને સમર્થન શા માટે નહોતું કર્યું? તેનો અર્થ એ થયો કે ભાજપ સાથે વિવાદ હોવા છતાં નીતીશ દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરી રહ્યા છે તેનું કારણ છે. તેનું કારણ એ છે કે નીતીશ યશવન્ત સિન્હાને મત આપવા માગતા નથી. યશવન્ત સિન્હા નીતીશકુમાર સરકારના સૌથી મોટા ટીકાકાર રહ્યા છે. આથી નીતીશને પણ વિપક્ષના ઉમેદવાર તરીકે યશવન્ત સિન્હા બિલકુલ પસંદ નથી. વિપક્ષ તરફ ખસી રહેલા નીતીશે ભાજપ તરફ યુટર્ન માર્યો તેની પાછળ માત્રને માત્ર આ જ કારણ જવાબદાર છે.

READ ALSO

Related posts

કેન્દ્રીય તપાસ એજન્સીઓ મારી સરકાર વિરુદ્ધ કામ કરી રહી છેઃ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ

Binas Saiyed

યશવંત સિન્હાએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પી.એમ. મોદી અને રાજનાથસિંહ પાસે માગ્યું સમર્થન

HARSHAD PATEL

ઈડીએ શિવસેનાના ભૂતપૂર્વ ધારાસભ્યની સંપત્તિ ટાંચમાં લીધી

HARSHAD PATEL
GSTV