ડીન જૉન્સે કહ્યું કે ભારત આ વખતે નહીં જીતે તો ક્યારેય નહીં જીતી શકે, કારણ જાણવા જેવું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થનારી ટેસ્ટ શ્રેણીની પહેલા જ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન ડીન જૉન્સે ભારતીય ટીમની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે જો ભારત આ વખતે ટેસ્ટ સીરીઝ નહીં જીતે તો કદાચ ઓસ્ટ્રેલિયામાં ક્યારેય નહીં જીતી શકે. તેમજ જૉન્સે વિરાટ કોહલી અને પ્રસિદ્ધ પેઇન્ટિંગ મોનાલિસાની પણ સરખામણી કરી છે.

ડીન જૉન્સને એવુ નથી લાગતું કે ઓસ્ટ્રેલિયન ટીમ આગામી ટેસ્ટ સીરીઝમાં ભારતને હરાવી શકશે. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર વગર ઓસ્ટ્રેલિયન ટીમ મજબૂત નથી લાગતી. ત્યારે ભારત પાસે પ્રથમ ટેસ્ટ સીરીઝ જીતવાની મસ્ત તક છે. તેમજ જોન્સે કહ્યું કે જો ભારત આ શ્રેણી નહીં જીતે તો ઓસ્ટ્રેલિયામાં ક્યારેય જીતશે નહીં. ભારત દરેક રીતે ઓસ્ટ્રેલિયાથી આગળ છે.

આગળ જૉન્સે કહ્યું કે ‘મને લાગે છે કે ભારત 2-0 અથવા 3-0થી જીતશે. કારણ કે મને નથી લાગતું કે ઓસ્ટ્રેલિયા એક પણ ટેસ્ટ જીતશે.’ તેમજ કહ્યું કે ‘ઓસ્ટ્રેલિયાને તેની ભૂમિ પર હરાવવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ આ ટીમમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર નથી જેથી ઓસ્ટ્રેલિયાને 40 ટકા નુકશાન જઈ શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter