કપિલ સિબ્બલ સહિત કોંગ્રેસના તમામ નેતાઓએ શા માટે અમિત શાહ વિરૂદ્ધ ફરિયાદ કરી

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીને લઇને નેતાઓ દ્વારા નિવેદનબાજી થઇ રહી છે. ત્યારે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં રાજ્યના મંદિરોને નિઃશુલ્ક વીજ સપ્લાય નહીં આપવાત કહી રહ્યા છે. જે મોટું જૂઠ્ઠાણું છે. કોંગ્રેસે અમિત શાહ પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ સહિત ઘણા કોંગ્રેસી નેતાઓએ ચૂંટણી પંચ જઇને આ મામલે અમિત શાહ સામે ફરિયાદ કરી છે. તેમજ ચૂંટણી પંચ દ્વારા અમિત શાહને આ મુદ્દે નોટિસ મોકલવાની પણ માંગણી કરી છે. અમિત શાહે પોતાની સભામાં કહ્યું હતુ કે કોંગ્રેસ શા માટે માત્ર મસ્જિદ અને ચર્ચના જ વીજબીલ માફ કરશે.

મંદિરોનો શું વાંક છે. જો કે હકીકતે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મંદિરના વીજબીલની માફીનો પણ ઉલ્લેખ છે. કોંગ્રેસે કહ્યું કે અમિત શાહના નિવેદનથી રાજ્યમાં સાંપ્રદાયિક હિંસા ફેલાઇ શકે છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter