GSTV

IPL 2020: આખરે SRH સામે શા માટે નથી રમી શકતો ક્રિસ ગેઇલ, કોચ કુંબલેએ કર્યો ખુલાસો

ક્રિસ

Last Updated on October 10, 2020 by Bansari

IPLની વર્તમાન સિઝનમાં કિગ્સ ઇલેવન પંજાબની ટીમમાં યુનિવર્સલ બોસ ક્રિસ ગેઇલને તક અપાતી નથી તે અંગે ટીમના કોચ અનીલ કુંબલેએ હવે ખુલાસો કર્યો છે. કુંબલેએ જણાવ્યું હતું કે ગુરુવારે ક્રિસ ગેઇલ તેની પહેલી મેચ રમનારો હતો પરંતુ તેને ફૂડ પોઇઝનિંગ થઈ ગયું હતું અને તેને કારણે તે રમી શકયો ન હતો.

ગેઇલને છેલ્લી ઘડીએ નડી આ સમસ્યા

સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ગેઇલનું રમવું નિશ્ચિત હતું પરંતુ છેલ્લી ઘડીએ તેને બીમારીને સમસ્યા નડી ગઈ હતી અને તે રમી શક્યો ન હતો. કુંબલેએ મેચ દરમિયાન કોમેન્ટેટર સાથેની વાતચીતમાં આ ખુલાસો કર્યો હતો.

હજુ સુધી આઇપીએલની એક પણ મેચ રમી નથી શક્યો ગેઇલ

ક્રિસ ગેઇલ આઇપીએલનો સર્વકાલીન સુપર સ્ટાર ક્રિકેટર છે પરંતુ આ વખતે તે હજી સુધી એકેય મેચ રમી શક્યો નથી. તે હૈદરાબાદ સામે રમનારો હતો કેમ કે કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમતો ઓસ્ટ્રેલિયન બેટ્મસેન ગ્લેન મેક્સવેલ નિષ્ફળ જઈ રહ્યો છે. આ સંજોગોમાં મેક્સવેલને સ્થાને ગેઇલને ટીમમાં સામેલ કરવાનો હતો. પંજાબ માટે ઓપનર લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે એકાદ બે મેચમાં સારો દેખાવ કર્યો છે પરંતુ ગેઇલના આગમનથી આ બેમાંથી એકને મિડલ ઓર્ડરમાં ખસેડવાની નોબત આવી શકે તેમ છે.

ક્રિસ ગેઇલ આઇપીએલમાં 125 મેચમાં 151.02ના સ્ટ્રાઇક રેટથી 2969 રન ફટકારી ચૂક્યો છે જેમાં છ સદી અને 29 અડધી સદીનો સમાવેશ થાય છે. આઇપીએલનો સર્વોચ્ચ સ્કોર 175 રનનો છે જે ગેઇલના નામે છે તેણે 2013માં બેંગલોર વતી રમતાં પૂણે વોરિયર્સ સામે આ સ્કોર ખડક્યો હતો. તેણે આઇપીએલમાં 326 સિક્સર ફટકારી છે.

Read Also

Related posts

ઉજવણીમાં મસ્ત! બર્થડે પાર્ટીમાં નિયમો નેવે મૂક્યા, આપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલ્યા

pratik shah

સેવા સેતુ કે કુસેવા? ક્યાંક લોકોએ ફરજિયાત ભાષણ સાંભળવું પડ્યું, ક્યાંક બાળકો સહિતની ભીડ ભેગી કરાઈ તો ક્યાંક વળી લોકોના કામ ટલ્લે ચડ્યાં..

Bansari

ફાયદાનો સોદો/ FD કરતાં વધુ રિટર્ન આપે છે LICની આ પોલીસી, એકવાર રૂપિયા જમા કરીને મેચ્યોરિટી પર મેળવો 27 લાખ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!