GSTV
Gujarat Government Advertisement

આખરે શા માટે વેક્સિન લીધા પછી પણ લોકો થાય છે કોરોના સંક્રમિત? ભારત બાયોટેકના ચેરમેને બતાવ્યું આ સ્પષ્ટ કારણ

Last Updated on April 21, 2021 by Harshad Patel

દેશમાં કોરોના મહામારીથી બચવા માટે હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. ઘણી જગ્યાએ લોકોએ કોરોના વેક્સિન લીધા પછી પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિહે વેક્સિનના બંને ડોઝ લીધા છતાં તેઓ કોરોના સંક્રમિત થયા છે. વેક્સિનેશન થયા પછી પણ શા માટે લોકોને કોરોના થાય છે તેને લઈને હૈદરાબાદના ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર ક્રિષ્ના એલ્લાએ પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું છે કે વેક્સિન લીધા પછી કોઈ ચેપ લાગશે નહીં તેનો સંપૂર્ણ ઇનકાર થઈ શકે નહીં. જો કે, આ સમય દરમિયાન તેમણે વેક્સિન લેનાર પણ પોઝિટિવ થવા પાછળનું કારણ પણ સમજાવ્યું છે. તેઓએ કહ્યું છે કે રસી લીધા પછી પણ તમારે માસ્ક પહેરવાનું ચાલુ રાખવું પડશે.

રસી ફક્ત નીચલા ફેફસાંને સુરક્ષિત કરે છે ઉપલા ફેફસાંને નહીં

એલ્લાએ સ્પષ્ટતા કરી છે કે ઈન્જેક્શન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી રસી ફક્ત નીચલા ફેફસાંને સુરક્ષિત કરે છે ઉપલા ફેફસાંને નહીં. એવામાં કોવિડ -19 રસીકરણના બે ડોઝ લીધા પછી પણ સંક્રમિત થવાની સંભાવના છે. તેમણે કહ્યું, આ બધી ઇન્જેક્ટેડ રસીઓની સમસ્યા છે. વેક્સિન સંક્રમણને વધુ ગંભીર બનતા અટકાવશે. ઉપરાંત, રોગને જોખમી અને જીવલેણ પણ બનવા નહીં દે.

ભારત બાયોટેકે મેમાં 3 કરોડ ડોઝ તૈયાર કરવાનું લક્ષ્યાંક

જો કે સરકારે આ રસી 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં ભારત બાયોટેકે મેમાં 3 કરોડ ડોઝ તૈયાર કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દર વર્ષે કોવાક્સિનનું ઉત્પાદન 70 કરોડ ડોઝ સુધી લઈ જવા માટે ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.

દેશમાં કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેર વધુ ખરાબ સ્થિતિ

દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. દેશમાં કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેર વધુ ખરાબ સ્થિતિ છે. ગયા માર્ચથી દેશમાં સંક્રમણ અને કોરોનાને કારણે મૃત્યુનાં રેકોર્ડ નોંધાયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે દેશના ઘણા મોટા શહેરોમાંથી રસી, રેમડેસિવિર અને ઓક્સિજનના અભાવના રિપોર્ટ આવી રહ્યા છે.

દેશમાં 13 કરોડ વેક્સિનના ડોઝ લગાવાયા

દેશમાં રસીકરણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને માહિતી આપી છે કે દેશમાં રસી ડોઝની સંખ્યા 13 કરોડને વટાવી ગઈ છે. તેમણે ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે. દેશમાં હાલમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. તે જ સમયે, સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવાનો નિર્ણય કર્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!