GSTV
India News ટોપ સ્ટોરી

કોંગ્રેસ મુખ્યમંત્રી બદલવામાં હંમેશા ફેલ કેમ થઈ? 1 નહીં 6 વાર કરી આ ભૂલ

Rajasthan Congress Crisis Latest Update: મુખ્યમંત્રીઓની પસંદગી કરવા કે તેમને વચ્ચે બદલવા કોંગ્રેસ પાર્ટી માટે સામાન્ય રીતે એક મુશ્કેલ અને અશાંત પ્રક્રિયા રહી છે. આમ કરવામાં કોંગ્રેસ સામે સ્થાનીક રાજકીય આકાંક્ષાઓ, મજબૂત દાવેદાર અને તેમનો દબદબો સત્તાના સુચારૂ હસ્તાંતરણના રસ્તામાં આવતો રહ્યો છે. રાજસ્થાનમાં અશોક ગેહલોતના ઓછામાં ઓછા 83 વફાદાર ધારાસભ્યોની બગાવત અને રાજીનામાની ધમકી બાદ રાજ્યમાં કોંગ્રેસ સરકાર મોટા સંકટમાં પડી ગઈ છે.

કોંગ્રેસ

પુડુચેરીમાં ગુમાવી સરકાર

14 વર્ષ પહેલા 2008માં કોંગ્રેસ માટે આવી જ સ્થિતિ પુડુચેરીમાં બની હતી. પુડુચેરીના હાલના કોંગ્રેસ મુખ્યમંત્રી એન રંગાસ્વામીને કોંગ્રેસ હાઈ કમાનના ઉમેદવાર વી વૈથિલિંગમને નિયુક્ત કરવા માટે બળજબરીથી હટાવી દેવાયા હતા. 2011માં, રંગાસ્વામીએ કોંગ્રેસ પાર્ટી છડી દીધી હતી. આ સાથે જ તેમણે એનઆર કોંગ્રેસનું ગઠન કર્યું અને સત્તામાં આવ્યા. રંગાસ્વામી ભાજપની સાથે ભાગીદારીમાં કેન્દ્ર શાસિત પ્રદેશના વર્તમાન સીએમ છે. પાછલી કોંગ્રેસ સરકાર 2020માં વચ્ચે જ પડી ભાંગી હતી અને પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું.

આંધ્ર પ્રદેશમાં પણ એ જ ભૂલ

મુખ્યમંત્રી પદના મુદ્દા પર કોંગ્રેસે પાછલા કેટલાક વર્ષોમાં ઓછામાં ઓછા ત્રણ લોકપ્રિય યુવા નેતાઓને ગુમાવી દીધા છે. 2009માં, જ્યારે વાઈએસ રાજશેખર રેડ્ડીનું હેલીકૉપ્ટર દુર્ઘટનામાં મોત થયું, તો કોંગ્રેસે તેમના દીકરા જગનમોહનના દાવાઓની અનદેખી કરી અને કે રોસૈયાને અવિભાજિત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી નિયુક્ત કર્યા. જ્યારે જગનની રાજ્યમાં યાત્રા કરવાની અપીલને ફગાવી દેવામાં આવી ત્યારે નિરાશ નેતા પાસે કોંગ્રેસ છોડવા ઉપરાંત કોઈ વિકલ્પ નહોતો બચ્યો. કોંગ્રેસ છોડીને પોતાની પાર્ટી બનાવ્યા બાદ તેઓ 2019માં સીએમ બન્યા.

મધ્ય પ્રદેશમાં હાથમાંથી ગઈ સત્તા

આ રીતે, મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેમની મહેનતનું જ પરિણામ હતું કે કોંગ્રેસ 15 વર્ષના લાંબા સમયગાળા બાદ રાજ્યમાં સત્તામાં આવી શકી હતી. જૉ કે, હાઈકમાને તેમના (જ્યોતિરાદિત્ય સિંધિયા) દાવાઓની અનદેખી કરી અને કમલનાથને મધ્યપ્રદેશના સીએમ બનાવી દીધા. બે વર્ષ બાદ સિંધિયાના ભાજપમાં આવ્યા બાદ સકરકાર પડી ગઈ. બાદમાં તેઓ કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થઈ ગયા.

પંજાબ ચૂંટણીમાં પણ દોહરાવી ભૂલ

આ ભૂલ બાદ પણ કોંગ્રેસે શીખ ન લીધી અને પંજાબમાં સત્તા ગુમાવી. પંજાબમાં કોંગ્રેસે દલિત ચહેરા ચરણજીત સિંહ ચન્ની પર નિર્ણય કરતા પહેલા સીએમ અમરિંદર સિંહની જગ્યાએ નવજોત સિંહ સિદ્ધુને સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. ચૂંટણીમાં માંડ છ મહિના બચ્યા હોવાના કારણે સીએમ બદલવાની ઉતાવળની પ્રક્રિયામાં બધું ગડબડ થઈ ગયું. સિંહે ચૂંટણી પહેલા પાર્ટી છોડીને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો. કોંગ્રેસ 2022ની ચૂંટણીમાં ફક્ત 18 સીટો પર સમેટાઈ ગઈ, જ્યારે પંજાબ રાજ્યને આમ આદમી પાર્ટીની નવી સરકાર મળી.

ભાજપનો વ્યાપ વધ્યો

આ વચ્ચે ભાજપે સફળતાપૂર્વક બે વાર ઉત્તરાખંડમાં પોતાના મુખ્યમંત્રી બદલ્યા અને સત્તા બરકરાર રાખી. એટલું જ નહીં 2022ની ગુજરાત ચૂંટણીની તૈયારીમાં ગયા વર્ષે ભાજપે રાજ્યમમાં પોતાનું આખું મંત્રીમંડળ જ બદલી નાખ્યું.

આસામમાં કોંગ્રેસને નુકસાન થયું

કોંગ્રેસ સાથે આવું જ કંઈક આસામમાં પણ થયું. આસામમાં કોંગ્રેસે યુવા નેતા હિમંત બિસ્વાના દાવાઓની અનદેખી કરી અને તરૂણ ગોગોઈ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. તરૂણ ગોગોઈ અને હિમંત બિસ્વા સરમા વચ્ચે વિવાદનું નુકસાન કોંગ્રેસને આસામમાં સત્તા ગુમાવીને ચૂકવવું પડ્યું. હિમંત બિસ્વા સરમાએ રાહુલ ગાંધી પર પોતાના પાલતૂ કૂતરા પર વધારે ધ્યાન આપવાનો આરોપ લગાવતા પાર્ટી છોડી દીધી. ત્યારથી જ તેઓ સમગ્ર ઉત્તર પૂર્વમાં સૌથી શક્તિશાળી ભાજપ નેતા તરીકે ઉભર્યા છે અને હવે આસામના મુખ્યમંત્રી છે.

READ ALSO

Related posts

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel

યુક્રેન હાર ન માની રહ્યું હોવાથી રશિયા બન્યું વધુ આક્રમક, પુતિન ઘાતક કેમિકલ હુમલો કરવાની ફિરાકમાં

Kaushal Pancholi
GSTV