ગાઢ જંગલ, જંગલી જાનવર અને હિમવર્ષા : અહીં આવી પડકારજનક સ્થિતીમાં પણ થાય છે મતદાન

હિમાચલ પ્રદેશની ઉંચાઇ પર સ્થિત પોલીંગ સ્ટેશનો સુધી પહોંચવું પોલીંગ સ્ટાફ માટે પણ એક મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે. આટલી ઉંચાઇ પર ઇવીએમ, વીવીપેટ મશીનો અને બીજી ચૂંટણી સામગ્રીને અહીં સુધી પહોંચાડવામાં તેમની ફિઝીકલ ફિટનેસની જબરદસ્ત પરીક્ષા થઇ જશે.

અહીં 19 મેના રોજ મતદાન થશે. અહીં કુલ ચાર સીટ હમીરપુર, શિમલા, કાંગડા અને મંડી છે. તેમાં કુલ 7,723 પોલીંગ સ્ટેશન છે જ્યારે 2014માં તેની સંખ્યા 7385 હતી.

મતદાતાઓ સુધી ઇવીએમ પહોંચાડવા માટે પોલીંગ કરાવતા કર્મચારીઓએ 10 પોલીંસ સ્ટેશનો પર 10 કિલોમીટર કરતાં વધુ ચાલવું પડશે. 27 પોલીંગ સ્ટેશનો સુધી પહોંચવા માટે 7થી 10 કિલોમીટર ચાલવું પડશે. 63 એવા પોલીંગ સ્ટેશન છે જ્યાં 5થી 7 કિલોમીટર ચાલવુ પડશે.

સૌથી મુશ્કેલ ચડાણ વાળા પોલીંગ સ્ટેશન

આ વિસ્તાર ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક હેઠળ આવે છે. આ ઇલેક્શન કમિશનની ટીમોને સતલજ નદીના કિનારે ગાઢ જંગલમાં 20 કિલોમીટર સુધી ચાલવું પડશે. આ પાર્ક ફક્ત હિમાલયન રીંછ, એશિયાટીક ભૂરા રીંધ,કસ્તૂરી મૃગ અને હિમાલયી તહર (જંગલી બકરી) નું ઘર છે. સામાન્ય ચિત્તા અને બરફમાં રહેતા ચિત્તા પણ પહાડો પર છુપાયેલા રહે છે.

કાંગડાનું બારા ભંગલ ગામ

કાંગડાનું આ ગામ મુખ્ય માર્ગથી જોડાયેલા ગામથી પણ 74 કિલોમીટર અંતરિયાળ વિસ્તારમાં આવેલુ છે. પોલીંગ પાર્ટીઓએ રસ્તા દ્વારા ત્યાં પહોંચતા 3થી 4 દિવસ લાગે છે. તેથી તેમને હેલિકોપ્ટરની મદદ લેવી પડે છે. પરંતુ ખરાબ વાતાવરણની સ્થિતીમાં પહેલાં કાંગડાના બૈજનાથથી ચંબાના નયાગ્રામ સુધી રોડ દ્વારા મુસાફરી કરવી પડે છે. તે બાદ છેલ્લે 22 કિલોમીટર જેટલું પગપાળા ચઢાણ કરવું પડે છે.

ચંબામાં ચાસ્ક-ભટોરી

આ પોલીંગ સ્ટેશન 11,708 ફૂટની ઉંચાઇ પર છે. પોલીંગ કરવાનારઓએ સચ પેસેજથી 15 કિમી યાત્રા કરવી પડે છે. મુખ્ય માર્ગથી આ ઉભું ચઢાણ છે.

લાહોલ સ્પીતીમાં કુરછેડ

ઉદયપુર અને ટિંડી વચ્ચે આવેલા આ પોલ સ્ટેશન પર પહોંચવા માટે બે કલાક કરતાં વધુ ચડાણ કરવું પડે છે.

લાહોલ સ્પીતીમાં હિક્કીમ

14,567 ફૂટની ઉંચાઇ પર આ રાજ્યનુ સૌથી વધુ ઉંચાઇ પર આવેલું પોલીંગ બુથ છે. 86 વોટરો માટે અહીં ચૂંટણી કર્મીઓને 20 કિલોમીટરનુ ચડાણ કરવુ પડે છે.

શિમલામાં કાશા

શિમલા અને કૂલ્લૂની સીમા પર આવેલા આ ગામમાં પહોચવા માટે 15 કિમીનું ચડાણ કરવું પડે છે.

ડોડરા અને ક્વાર વિસ્તારમાં પંડાર ગામ

અહીં 14 કિમીનું ઉભુ ચડાણ છે. હાલ આ પોલીંગ સ્ટેશન બરફના કારણે બંધ છે. એક વાર બરફ સાફ થઇ જાય તો પોલીંગ ટીમે રોહરૂથી રોડ દ્વારા ક્યાર સુધી પહોંચવુ પડે છે. ડોડરા અને ક્વારના જાખા અને જિસ્કુન પોલીંગ સ્ટેશન સુધી પહોંચવા માટે 7.8 કિમી પગપાળા ચડાણ કરવું પડે છે.

ચઢાણને મુશ્કેલ બનાવે છે હિમ

ચંબા જિલ્લાના પંગી-ભરમોર, શિમલાના ડોડર-ક્વાર વિસ્તાર અને લાહોલ-સ્પીતીમાં ચૂંટણી કરાવા માટે રોહતાંગ પેસેજમાંથી 13,050 ફૂટ અને સચ પેસેજમાંથી 14,500 ફૂટ બરફ હટાવવો પડશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter