GSTV
Gujarat Government Advertisement

Shocking/ ચીનમાં પીવામાં આવે છે કોક્રોચનું સૂપ અને શરબત, કારણ જાણી તમે પણ થઇ જશો હેરાન

કોક્રોચ

Last Updated on June 10, 2021 by Damini Patel

કોક્રોચ ઘણા લોકોને આ નામથી જ નફરત છે એટલું જ નહિ ઘણા લોકો એવા પણ છે જે ભલે આ નામથી ગભરાતા નથી પરંતુ એની સામે આવતા જ લોકો ભયથી કૂદી પડે છે. પરંતુ શું તમને ખબર છે એક દેશ એવો છે જ્યાં લોકોને કોક્રોચ ખુબ પસંદ છે અને એનું સરબત પીવે છે.

ચીન સહીત ઘણા એશિયાઈ દેશોમાં કોક્રોચને તળીને રાખવામાં આવે છે પરંતુ હવે એને મોટા પાયદાન પર પેદા કરવામાં આવે છે. જેના કારણે આ લોકોની આવકનું કારણ બની ગયા છે. ચાઈનાના એક અહેવાલ મુજબ, ચીનના શીંચાંગ શહેરની એક દવા કંપની પ્રત્યેક વર્ષે એક બિલ્ડીંગમાં 600 કરોડ કોક્રોચનુ પાલન કરે છે.

જે બિલ્ડીંગમાં આ કોક્રોચનું પાલન કરવામાં આવે છે એનું ક્ષેત્રફળ લગભગ બે મેદાન બરાબર છે. જ્યાં કોક્રોચને પાળવામાં આવે છે ત્યાં હંમેશા અંધારું રાખવામાં આવે છે અને ત્યાં વાતાવરણમાં ગરમી અને ઠંડી બનાવીને રાખવામાં આવે છે. ફાર્મની અંદર કીડાને ફરવાની અને પ્રજનન કરવાની આઝાદી છે. એમને સૂર્યના પ્રકાશથી દૂર રાખવામાં આવે છે અને તેઓ બિલ્ડીંગની બહાર નહિ જઈ શકે.

આ કારણે પીવામાં આવે છે કોક્રોચનું સૂપ

તમારી માટે જણાવી દઈએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમથી કોક્રોચના ઉછેરને મોનિટર કરવા માટે કરવામાં આવે છે. આના દ્વારા મકાનની અંદર તાપમાન, ખોરાકની ઉપલબ્ધતા અને ભેજ પર નિયંત્રણ રાખવામાં આવે છે. ધ્યેય ટૂંકા ગાળામાં વધુમાં વધુ કોક્રોચ પેદા કરવાનો હોય છે. જ્યારે કોખ કોક્રોચ પુખ્ત વયના હોય છે ત્યારે તેને કચડીને પરંપરાગત ચીની દવાઓના રૂપમાં પીવામાં આવે છે. તેનો ઉપયોગ અતિસાર, ઉલટી, પેટના અલ્સર, શ્વાસની તકલીફ અને અન્ય બિમારીઓની સારવારમાં થાય છે.

ચીનની શેન્ડોંગ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના પ્રોફેસર લિયુ યુશેંગે ચાઇનીઝ મીડિયાને જણાવ્યું હતું કે કોક્રોચ પોતે એક દવા છે. આનાથી ઘણા રોગો મટાડી શકાય છે ચીનમાં વૃદ્ધ લોકોની વસ્તી એક મોટી સમસ્યા છે. તેમના રોગોની સારવાર માટે અમે સતત નવી દવાઓની શોધ કરીએ છીએ જે સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એસબીઆઈ-એચડીએફસીને પાછળ છોડી આ બેંક ભારતમાં બની નંબર વન, અહીં જુઓ ટોપ -10નું સંપૂર્ણ લિસ્ટ

Vishvesh Dave

સાવધાન / ફ્રીમાં ઇન્ટરનેટ વાપરવાની લાલચ ભારે પડી શકે છે, પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા સમયે રહો અલર્ટ

Zainul Ansari

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!