CDS જનરલ બિપિન રાવતના નિધનને લઇને દેશભરમાં શોકનો માહોલ છે. પરંતુ સવાલ એ છે કે આખરે સીડીએસના હેલિકોપ્ટરની દુર્ઘટના કેમ બની? તેના માટે અનેક કારણો જવાબદાર છે. જેમાં ખરાબ હવામાન, ઓછી વિઝિબિલિટી તેમજ ગાઢ જંગલ સહિતના કારણો છે. ત્યારે આવો જોઇએ આખરે કેવી રીતે બની આ દુખદ ઘટના.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને અન્ય લોકોને લઇને એમઆઇ 17-વી-5એ ઉડાન ભરી ત્યારે હેલિકોપ્ટરમાં સવાર કોઇને પણ એંધાણ નહોતા કે આ તેમની આ આખરી સફર બની રહેશે. પરંતુ દેશના તમામ નાગરિકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે આ દુર્ઘટના કેવી રીતે સર્જાઇ.
CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશનું મુખ્ય કારણ ખરાબ હવામાન માનવામાં આવે છે. તેમનું હેલિકોપ્ટર જ્યાં ક્રેશ થયું તે સમગ્ર વિસ્તાર ગાઢ જંગલ અને પહાડી વિસ્તારોથી ઘેરાયેલો છે. વેલિંગ્ટનનું હેલિપેડ જંગલ અને પહાડી વિસ્તાર બાદ આવે છે. તેથી પાયલટ માટે તેને દૂરથી જોવું મુશ્કેલભર્યું હોય છે. એવામાં ખરાબ હવામાનમાં હેલિકોપ્ટરનું લેન્ડિંગ અહીં હંમેશા માટે પડકારજનક રહે છે.
પ્રાથમિક સંકેતો મુજબ ખરાબ હવામાન દરમ્યાન વિઝિબિલિટી ઓછી હોવાને કારણે હેલિકોપ્ટરને ઓછી ઉંચાઈએ ઉડાન ભરવી પડે છે. લેન્ડિંગ પોઈન્ટથી અંતર ઓછું હોવાને કારણે પણ હેલિકોપ્ટર ઘણું નીચે હતું. વળી નીચે ગાઢ જંગલ હોવાથી ક્રેશ લેન્ડિંગ પણ નિષ્ફળ રહ્યું. આ હેલિકોપ્ટરના પાયલટ, ગ્રુપ કેપ્ટન અને સીઓ રેન્કના અધિકારી હતા. એવામાં માનવીય ભૂલની આશંકા થાય તે સ્વભાવિક છે. જો કે હેલિકોપ્ટર ટ્વિન એન્જિનવાળું હતું. એવામાં જો એક એન્જિન ફેલ થઈ જાય તો પણ બીજા એન્જિનથી લેન્ડિંગ કરી શકાય છે.

પરંતુ સંરક્ષણ નિષ્ણાંતોનું કહેવું છે કે વેલિંગ્ટનનું હેલિપેડ લેન્ડિંગ માટે આસાન નથી. લેન્ડિંગ સ્પોટથી થોડે દૂર પહાડો છે તેના કારણે પણ હેલિપેડ દૂરથી ન જોઈ શકાય. ઘણાં નજીક આવ્યા બાદ જ હેલિપેડ નજરે પડે છે. જે બાદ પાયલટ લેન્ડિંગનો અંતિમ નિર્ણય લે છે. સીડીએસના મામલામાં એવું બની શકે છે કે ખરાબ વાતાવરણમાં પાયલટને જ્યારે હેલિપેડ નજીક લાગ્યું હશે ત્યારે તેઓએ લેન્ડિંગનો પ્રયાસ કર્યો હશે. જે બાદ હેલિકોપ્ટર ગાઢ જંગલમાં ફસાયું હશે અને વિઝિબિલિટી ઓછી હોવાને કારણે આ દુર્ઘટના ઘટી હશે.

Read Also
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન